(દુર્લભ કિસ) – મેહુલ પટેલ ‘ઈશ’
ઈશ્વરે આપેલી દુર્લભ કિસ છે.
શાયરી તો કુદરતી બક્ષિસ છે.
તારી પાસે છે જે તકલાદી ગઝલ ,
મારી પાસે એનો માસ્ટર પીસ છે.
મારી ગઝલો ફક્ત ગઝલો ક્યાં છે દોસ્ત
છંદમાં ઢાળી દીધેલી ચીસ છે.
હું તને આજેય ભુલ્યો છું જ નહીં,
તારા પ્રત્યે આજે પણ બહુ રીસ છે.
માત્ર એક બે છે અહીં ગાલિબ -મરીઝ
શાયરો તો એકસો છવ્વીસ છે !
-ઈશ
એક માસ્ટર પીસવાળો શેર માસ્ટર પીસ બનતાં બનતાં રહી ગયો, બાકી આખી ગઝલ માસ્ટરપીસ થઈ છે.
parbat said,
January 12, 2020 @ 1:47 AM
વાહ
સરસ ગઝલ
ખૂબ શુભેચ્છાઓ
સુનીલ શાહ said,
January 12, 2020 @ 2:15 AM
છન્દમાં ઢાળી દીધેલી ચીસ..
વાહ..સવાશેર..
સુંદર ગઝલ
pragnajuvyas said,
January 12, 2020 @ 11:58 AM
સરળ ભાષા અને એવા જ ચોટદાર શેર.
પણ
તારી પાસે છે જે તકલાદી ગઝલ ,
મારી પાસે એનો માસ્ટર પીસ છે.
શેર વાંચીએ ત્યારે સહજ વિચાર આવે કે કવિએ કેટલા વિચારપૂર્વક રદીફ ગોઠવી છે !
મેહુલ પટેલ ‘ઈશ’ કવિની અંગ્રેજી અને ગુજરાતી – ભાષા જાણે કે અહીં ઓગળી ગઈ છે.
આખી ગઝલ સુંદર