ઓછા ના થયા – વ્રજેશ મિસ્ત્રી
દૃશ્યના વિસ્તાર ઓછા ના થયા,
પાંપણોના ભાર ઓછા ના થયા.
છેવટે દરિયાય મીઠા થઈ ગયા;
આંસુઓના ખાર ઓછા ના થયા.
ના ઘટ્યા દળ એમના તલભાર પણ,
કે સ્મરણ તલભાર ઓછા ના થયા.
રાતભર આંખો ઉલેચી તોય પણ;
ભીતરે અંધાર ઓછા ના થયા.
ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
તોય આ સુનકાર ઓછા ના થયા.
– વ્રજેશ મિસ્ત્રી
પાંચેય શેર મજાના થયા છે. કવિએ રદીફ ખૂબ સરસ રીતે નિભાવી છે. ચોથા શેરમાં ‘તોય પણ’માં ‘ય’ અથવા’પણ’ -બેમાંથી એકનો પ્રયોગ ટાળી શકાયો હોત તો રચના ભાષાદોષમુક્ત થઈ શકી હોત.
Kajal kanjiya said,
January 3, 2020 @ 2:08 AM
Wahhh
pragnajuvyas said,
January 3, 2020 @ 12:17 PM
ગઝલના બધા શેર સ રસ
પણ મક્તાનો શેર અફલાતુન
ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
તોય આ સુનકાર ઓછા ના થયા.
યાદ આવે
હઝારો શોરોગુલમે દિલ તન્હા હૈ,
હઝારોકી ભીડમે દિલ અકેલા હૈ આ અનુભવવાની વાત છે
ધન્યવાદ ગઝલકાર વ્રજેશ મિસ્ત્રીજી અને આસ્વાદ કરાવનાર ડૉ વિવેકજી
Dilip Chavda said,
January 5, 2020 @ 1:02 PM
વાહ સુંદર ગઝલ
બીજો શેર વિશેષ પસંદ પડ્યો
shriya said,
January 8, 2020 @ 1:52 PM
વાહ!! ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
તોય આ સુનકાર ઓછા ના થયા.