આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આવે તો સ્હેવું – રવીન્દ્ર પારેખ

દુઃખ આવે તો સ્હેવું, મનવા, દુઃખ આવે તો સ્હેવું…
કોઈ નથી લેનારું એને તેથી તારે લેવું…

કોઈ નથી લેવા રાજી તો દુઃખને ક્યાં જઈ નાખું?
એને પણ તો થાય ને થોડું જીવે, ભલે ન આખું,
તું ના હો તો કોણ છે એનું, ક્યાં જઈ એણે રે’વું?

તારું પણ તો ખરું છે મનવા, સુખ પાછળ દોડે છે,
સુખ તો એનું છે જે જગમાં રહીને જગ છોડે છે,
કહે, તને આ સુખ ને દુઃખમાંથી મારે શું દેવું?

મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?
દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું…

– રવીન્દ્ર પારેખ

દુઃખ વિશે આપણે ઘણું ગાયું છે… ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે જડિયાં’, થી લઈને ‘ભાઈ રે! આપણાં દુઃખનું તે કેટલું જોર’ સુધી આપણી દુઃખ વિશેની સમ્યક ભાવના વિસ્તરી છે. પણ એ છતાંય દુઃખથી ભાગવું એ જ આપણો સ્વ-ભાવ છે. અહીં કવિ જરા અલગ જ પ્રકારની વાત કરે છે. એ દુઃખ સાથે સમભાવ રાખવાથી બે કદમ આગળ વધીને એને વધાવી લેવાની હિમાકત કરે છે. નવી વાત છે પણ વાત છે દમદાર…

6 Comments »

  1. saryu parikh said,

    December 20, 2019 @ 9:43 AM

    વાહ્ સરસ રચના.
    મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
    બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?…વિશેષ ગમી. સરયૂ પરીખ્

  2. pragnajuvyas said,

    December 20, 2019 @ 11:30 AM

    ડૉ .વિવેકને· રવીન્દ્ર પારેખના ગીત અને આસ્વાદ બદલ ધન્યવાદ
    તેમા આ પંક્તિ;’ દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું’ ખૂબ ગમી.
    અનુભવીઓ કરે છે કે, ‘સુખમાં છકી ન જવું અને દુઃખમાં ભાંગી ના પડવું.’ જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવે છે. દુઃખ કોણ ભોગવે છે? અહંકાર.
    રવીન્દ્રનાથ ટાગોર લખે છે : ”માણસના ઈતિહાસમાં જે કંઈ વીરત્વ, જે કંઈ મહત્ત્વ છે તે બધું જ દુઃખના આસાન પર પ્રતિષ્ઠિત છે. માતૃસ્નેહનું મૂલ્ય દુઃખમાં છે, વીર્યનું મૂલ્ય દુઃખમાં છે, પાતિવ્રત્યનું મૂલ્ય દુઃખમાં અને પુણ્યનું મૂલ્ય પણ દુઃખમાં છે.” સૃષ્ટિમાં દુઃખ જ સાર્વભૌમત્વ ભોગવી રહ્યું છે’ દુઃખથી ડરીને ભાગી જવું એ કાયરતા છે, તેનો સામનો કરવામાં વીરત્વ છુપાયેલું છે. દુઃખમાં જ આપણી સહનશક્તિનો વિકાય થાય છે. દુઃખમાં માણસ ટકીને તેને હળવું બનાવવાની કોશિશ કરતો રહે છે.

  3. Sejal said,

    December 23, 2019 @ 11:36 AM

    ખુબ સરસ…. આંખો માંગે અને આંસુ ની ના પાડે…વાહ
    ..

  4. Rashmikant Shah (shahgul) said,

    March 18, 2020 @ 4:08 PM

    I would like to share my written poetry with tahuko with your approval. Please advice ho can I?

    Shahgul

  5. વિવેક said,

    March 19, 2020 @ 2:36 AM

    @ Rashmikant Shah:
    If you want to get your poems published on tahuko, you need to contact Jayshree Bhakta on email id shree49@gmail.com

    Thanks

  6. Rashmikant shahgul said,

    June 19, 2021 @ 12:15 AM

    Gujarati

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment