બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ
– રઈશ મનીઆર

(મહેંદી જોઈને) – આરતી યુ જોશી ‘અમી’

હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને !

તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.

હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.

મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને

નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
મે નથી બોલાવી મારી ફોઈને !

– આરતી યુ જોશી ‘અમી’

કેવી સુંદર ગઝલ! એકદમ સરળ-સહજ છતાંય વાંચવાવેંત દિલો-દિમાગનો કબ્જો કરી લે એવી. બધા જ શેર ઉત્તમ થયા છે.

13 Comments »

  1. Prahladbhai Prajapati said,

    February 21, 2020 @ 5:55 AM

    SARAS

  2. Shruti Joshi said,

    February 21, 2020 @ 6:12 AM

    Beutiful

  3. Devang Desai said,

    February 21, 2020 @ 8:05 AM

    વાહ ..👌👌👌

  4. pragnajuvyas said,

    February 21, 2020 @ 9:17 AM

    સુ શ્રી આરતી યુ જોશી ‘અમી’ની ગઝલ અને ડૉ વિવેકના સરસ આસ્વાદ’કેવી સુંદર ગઝલ! એકદમ સરળ-સહજ છતાંય વાંચવાવેંત દિલો-દિમાગનો કબ્જો કરી લે એવી. બધા જ શેર ઉત્તમ થયા છે’ માણ્યા બાદ ફરીથી ગઝલ ના મત્લાના વિચારતરંગે
    હાથમાં મુકેલી મહેંદી જોઈને,
    યાદ કરતી હોઉં છું હું કોઈને !
    વાહ
    મહેંદીનું દરેક સમાજ અને જ્ઞાાતિમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે. હાથમાં મુકેલી મહેંદી એ શુભ પ્રસંગની નિશાની દર્શાવે છે. કેશારીયો મોકલુ સાથે હાથ થી તારા લગાવેલો
    સીન્દુરીયો પણ મોકલું…
    સાથે વેદના…
    હસતા મોઢે હું તને સંભારું છું,
    થાકી ગઈ છું હું વિરહનું રોઈને.
    અને
    મઝાનો મક્તા
    નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
    મે નથી બોલાવી મારી ફોઈને !

  5. Jay Kantwala said,

    February 22, 2020 @ 1:51 AM

    એકદમ સરળ ભાષામાં ગળે ઉતરી જાય એવી ગઝલ… અભિનંદન

  6. મયૂર કોલડિયા said,

    February 22, 2020 @ 3:05 AM

    વાહ… સરસ ગઝલ…. દરેક શેર દમદાર…. અભિનંદન….

  7. લલિત ત્રિવેદી said,

    February 22, 2020 @ 6:01 AM

    વાહ

  8. Kajal kanjiya said,

    February 24, 2020 @ 12:06 AM

    ખરેખર ખૂબ સરસ
    જે મનમાં હતું તે શબ્દો રૂપે કાગળ પર સહજ ઉતરી આવ્યું છે.

  9. Mayurika Leuva said,

    February 26, 2020 @ 12:09 PM

    અભિનંદન આરતીબેન 💐
    સુંદર ગઝલ.. ગમી.

  10. Dr Sejal Desai said,

    February 29, 2020 @ 7:33 AM

    સહજ અને સુંદર અભિવ્યક્તિ

  11. Vimal Agravat said,

    March 15, 2020 @ 7:16 AM

    અભિનંદન આરતી💐

  12. yogesh tailor said,

    July 23, 2020 @ 6:19 AM

    ekdam sarad ane sudar rajuaat

  13. Aasif said,

    July 24, 2020 @ 4:29 AM

    ખૂબ સરસ ગઝલ
    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment