હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ
મુકુલ ચોક્સી

સહસ્ત્રદળ ઊઘડે – જવાહર બક્ષી

તિમિર ને તેજનું આ તલમલાતું છળ ઊઘડે
હું આંખ બંધ કરું ને બધાં પડળ ઊઘડે

અનર્થલોકનાં અગણિત ભુવન ને સ્થળ ઊઘડે
શબ્દ પડે ને ગગન સામટું સકળ ઊઘડે

સમયની પાર બીડેલી મિલનની પળ ઊઘડે
યુગોથી જીવમાં થીજેલ કૈં વમળ ઊઘડે

નદી તળાવ સમુદ્રોનાં તળ અતળ ઊઘડે
તમારાં પગલાં પડે ને સમસ્ત જળ ઊઘડે

સુગંધ શ્વાસનાં દ્વારે અડે… ને કળ ઊઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્ત્રદળ ઊઘડે

– જવાહર બક્ષી

3 Comments »

  1. Himanshu Trivedi said,

    October 23, 2019 @ 4:49 PM

    A wonderful gazal from Shri Jawaharbhai Baxi-saaheb. Waah. He has been very subtle and has a knack of writing some wonderful words:
    તિમિર ને તેજનું આ તલમલાતું છળ ઊઘડે
    હું આંખ બંધ કરું ને બધાં પડળ ઊઘડે and

    સુગંધ શ્વાસનાં દ્વારે અડે… ને કળ ઊઘડે
    અમારા સ્પર્શમહલમાં સહસ્ત્રદળ ઊઘડે…
    I was privileged to meet him long time ago in Mumbai during the Copwud Sugaam Sangeet Sammelan (I guess it was in 1987 at Bhartiya Vidya Bhavan, when I was very young and Baxi-saaheb’s ghazals came out as an LP record and I was privileged enough to be gifted one by him and I still have it at my place in Ahmedabad.) Thank you Sir.

  2. ચંદ્રકાન્ત ધલ said,

    October 24, 2019 @ 7:42 PM

    ગજબનું ઊંડાણ છે આ મત્લા ગઝલમાં. જીવનમાં અનુભવતા અનેક પાસાની વણ ખુલ્લી સપાટીઓને ખોલવાની વાત કવિ કરે છે.

  3. Lalit Trivedi said,

    November 4, 2019 @ 12:54 PM

    અદભુત
    સલામ…કવિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment