જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

પ્રશ્નો – જુગલ દરજી

ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો,
અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો.

તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો,
અને મેં સાચવી રાખ્યા છે પહેલીવારના પ્રશ્નો.

વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે,
અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો

કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે
પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો.

કરે છે અર્થ એનો શું, એ સામા પક્ષ પર નિર્ભર,
આ તારી આંખ પણ જાણે કોઈ અખબારના પ્રશ્નો.

હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે,
ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો.

પછી જે આવશે એ, સત્ય કેવળ સત્ય હોવાનું,
પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્નો.

– જુગલ દરજી

સાદ્યંત સુંદર રચના. કવિને જન્મેલા પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે…

13 Comments »

  1. પ્રજ્ઞેશ નાથાવત said,

    December 26, 2019 @ 12:48 AM

    બહુ સરસ ગઝલ

  2. Hiren gadhavi said,

    December 26, 2019 @ 2:27 AM

    વાઆઆઆહ

  3. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    December 26, 2019 @ 3:13 AM

    વાહ કવિ
    બધા જ પ્રશ્નો ખૂબ સરસ 👌👌

  4. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    December 26, 2019 @ 3:14 AM

    વાહ કવિ
    બધા જ પ્રશ્નો ખૂબ સરસ 👌👌
    ખૂબ સરસ ગઝલ

  5. ભૂપેન (જીગર) said,

    December 26, 2019 @ 3:18 AM

    ખૂબ ઉમદા ગઝલ કવિ શ્રી જુગલ ભાઈ .. ખૂબ અભિનંદન

  6. Kajal kanjiya said,

    December 26, 2019 @ 7:22 AM

    ખૂબ સરસ અભિનંદન 💐

  7. મયૂર કોલડિયા said,

    December 26, 2019 @ 8:50 AM

    વાહ કવિ….. અરીસા બહારના પ્રશ્નો…

  8. pragnajuvyas said,

    December 26, 2019 @ 10:20 AM

    જુગલ દરજી ‘માસ્તર ની સાદ્યંત સુંદર ગઝલ
    તેમા આ શેર વધુ ગમ્યો
    હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે,
    ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો.
    યાદ આવે
    વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
    કર્મે લખીયા કાં કેર ?
    નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
    જાંળુ સળગે ચોમેર..
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    વેળા એવી વીતી રે વેદનતણી
    ઉકલ્યા અગનના અસનાન
    મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
    પાકા પંડ રે પરમાણ
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    હરિએ હળવેથી લીધા અમને હાથમાં
    રીઝ્યા નીરખીને ઘાટ છેલ્લે આફ્રીન થવાય તેવા મક્તાનો શેર
    પછી જે આવશે એ, સત્ય કેવળ સત્ય હોવાનું,
    પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્નો.ના વિચારવમળે જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ એ, સત્ય કેવળ સત્ય …

  9. Jugal darji said,

    December 26, 2019 @ 10:50 AM

    પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો આભાર
    ખાસ આભાર અને વંદન pragnajuvyasji🙏🌹🌹🌹

  10. vimala Gohil said,

    December 26, 2019 @ 12:50 PM

    “કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે
    પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો.”
    વાહ્,વાહ્.ખૂબ મજાની ગઝલ.

  11. praheladbhai prajapati said,

    December 26, 2019 @ 7:31 PM

    બહુજ ઘ્હેરિ લાગનિ ને આલેખ્તો ને સત્ય ને શોધ્તો પ્રશ્ન્

  12. Shah Raxa said,

    December 26, 2019 @ 9:57 PM

    વાહ…યે બાત

  13. Prashno-1 – અમૂલ્ય રત્નો said,

    December 29, 2019 @ 10:58 PM

    […] From, https://layastaro.com/?p=17025 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment