ફૂલોના ગાલમાં ખંજન – ચન્દ્રેશ મકવાણા ‘નારાજ’
રાચી નથી રહ્યું ને ઝાકળ એ ખ્યાલમાં?
સૂરજ ન મોકલાવે તડકો ટપાલમાં.
ભમરાએ કાનમાં જઈ એવું તે શું કહ્યું?
ખંજન પડી રહ્યાં છે ફૂલોના ગાલમાં.
નીકળી છે પાયમાલી બાંધીને બિસ્તરા
સીધી અહીં જ આવશે એ આજકાલમાં.
પીડા મટીને પીડા અવસર બની ગઈ,
એવું તે શું ભેળવ્યું’તું એણે વહાલમાં?
દાટી દીધી ઉદાસી ઓઢીને કામળો
બાળી દીધાં ફટાફટ ડૂસકાં મશાલમાં.
– ચન્દ્રેશ મકવાણા ‘નારાજ’
કેવી મજાની સ્વયંસિદ્ધા ગઝલ!
Anila Patel said,
September 21, 2019 @ 12:30 PM
બહુજ સરસ ગઝલ.
રસિક ભાઈ said,
September 22, 2019 @ 4:09 AM
ફુલૉ ના ગાલ ઉપર ખંજન જોઇ અમે રાજી થયા .થેક યુ ‘નારાજ’.
Shriya Shah said,
September 23, 2019 @ 1:18 AM
ભમરાએ કાનમાં જઈ એવું તે શું કહ્યું?
ખંજન પડી રહ્યાં છે ફૂલોના ગાલમાં. એક્દમ સુન્દર કલ્પના!!
Mayurika Leuva said,
September 23, 2019 @ 1:07 PM
પીડા મટીને પીડા અવસર બની ગઈ,
એવું તે શું ભેળવ્યું’તું એણે વહાલમાં? – ખૂબ સરસ ગઝલ
Rina said,
September 24, 2019 @ 6:01 AM
Waaaaaaaaah
yogesh shukla said,
September 26, 2019 @ 11:04 AM
વાહ ,,, વાહ ,,,