(ધાક બેસાડી) – ભરત ભટ્ટ ‘પવન’
તબીબો જે રીતે પકડે મરીઝના હાથની નાડી,
સિફતપૂર્વક તમે પણ એ જ રીતે વાત ઉપાડી.
પ્રતીક્ષાઓ છુપાવી તોય જાહેરાત થઈ ગઈ છે,
તમારી આંખ ભીનાં જાગરણની ખાય છે ચાડી.
નથી ઊભા રહી શકતા અમારા પગ ઉપર આજે;
અમારા પર આ કેવી જિંદગીએ ધાક બેસાડી!
પહેલાં તો મિલન વખતે સખી મેંદી મૂકી આવે;
પછી તો રીતસર એ હાથમાં મેંદી જ ઊગાડી!
ચૂલો સળગ્યો નહીં ને આગ પણ લાગી નહીં ભીતર;
‘પવન’ તેં અમથે અમથી આંગણામાં રાખ ઊડાડી.
– ભરત ભટ્ટ ‘પવન’
‘લયસ્તરો’ પર કવિમિત્રે શ્રી ભરત ભટ્ટ ‘પવન’ના નવા ગઝલ સ6ગ્રહ ‘યાદ તો આવે જ ને!’નું સપ્રેમ સહૃદય સ્વાગત!
સંગ્રહમાંની એક સરસ મજાની સહજ સમજાઈ જાય એવી પણ અર્થગાંભીર્યસભર ગઝલ…
મયૂર કોલડિયા said,
September 20, 2019 @ 3:26 AM
વાહ…
saryu parikh said,
September 20, 2019 @ 9:23 AM
વાહ્ સરસ રચના…
તબીબો જે રીતે પકડે મરીઝના હાથની નાડી,
સિફતપૂર્વક તમે પણ એ જ રીતે વાત ઉપાડી.
જીગર આચાર્ય said,
September 20, 2019 @ 9:03 PM
ક્યાં બાત… વાહ..
Kiran Chavan said,
September 20, 2019 @ 9:29 PM
સરળ શબ્દોમાં ગહન…સુંદર ગઝલ
કિશોર બારોટ said,
October 19, 2019 @ 8:45 AM
પવન તો મને ગમતો ગઝલકાર છે ભાઈ !