જે રીતે આપે મને મોટો કર્યો,
એ રીતે ક્યારેક તો નાનો કરો.
અંકિત ત્રિવેદી

મોરપિચ્છ મોકલજો – હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.

ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.

ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.

– હરીન્દ્ર દવે

 

મને કદી નથી સમજાતું – માધવ પાછા ફરીને એકકેવાર વૃંદાવન કેમ ન જ ગયા ?? શું સંદેશ અભિપ્રેત છે એ નિર્ણયમાં ???

1 Comment »

  1. Girish Parikh said,

    September 16, 2019 @ 4:55 PM

    મારા ખ્યાલ મુજબ ઈસ્કોન (હરે કૃષ્ણ) ભક્તો તો માને છે કે શ્રી કૃષ્ણે વૃંદાવન છોડ્યું જ નથી!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment