જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.
વિવેક મનહર ટેલર

કાચો નીંભાડો – સંજુ વાળા

સમુદ્રો હો તરવા ‘ને ચડવા હો પ્હાડો,
ન બાંધી શકે એની વૃત્તિને વાડો.

વહી આવ, ખુલ્લાં મૂક્યાં છે કમાડો,
પવન! તારે ગણવાનાં શું રાત-દાડો?

નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.

કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે, કોને કહે છે તિરાડો?

સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
સ્વીકારી લે ભીષણ ખડક, નદ, કરાડો

ખૂણે બેસી સંભારું છું સાંભળે તો;
હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો.

અમીદૃષ્ટિ પડતાં જ મહામંત્ર લાધ્યો,
ટળી સૌ દ્વિધાઓ, મટ્યો ગૂંચવાડો.

– સંજુ વાળા

સાદ્યંત સુંદર રચના… વાંચતાવેંત ગમી જાય એવી…

6 Comments »

  1. Naresh Solanki said,

    September 6, 2019 @ 4:30 AM

    વાહ….

  2. પ્રદીપ ઓઝા said,

    September 6, 2019 @ 8:57 AM

    સામાન્ય રીતે આજની કવિતામાં જોવાં મળતી શૈલીથી બિલકુલ અલગ શૈલી…
    સંજુભાઈની કવિતાની અલગ મજા છે.
    નવી પેઢીને આમાં ઘણું શીખવા જેવું છે.

  3. Anila Patel said,

    September 6, 2019 @ 4:51 PM

    બહુ જ સરસ.

  4. vimala Gohil said,

    September 7, 2019 @ 3:48 PM

    “સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
    સ્વીકારી લે ભીષણ ખડક, નદ, કરાડો”
    સરસ સંદેશ્.

  5. Neekita said,

    September 8, 2019 @ 4:48 PM

    સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
    સ્વીકારી લે ભીષણ ખડક, નદ, કરાડો”

    નદ એટલે શું ?

  6. વિવેક said,

    September 9, 2019 @ 3:12 AM

    નદ એટલે નદી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment