મનવા! – હર્ષા દવે
સમંદરમાં થયા કાં લીન, મનવા?
મીઠાં જળનાં તમે છો મીન, મનવા!
જે ભીતર છે તમે એ બ્હાર શોધ્યું,
રહો છો એટલે ગમગીન, મનવા!
ભલે ને, સોડ ટૂંકી તાણવી, પણ,
પછેડી ઓઢવી રંગીન, મનવા!
ઈશારો જોઈ એનો ડોલવાનું,
બજાવે છે મદારી બીન, મનવા!
બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!
હવે બસ, જાત બાજુ દોટ મૂકો!
ગણી લો એક, દો ને તીન, મનવા!
– હર્ષા દવે
સાદ્યંત સુંદર રચના
vimala Gohil said,
September 13, 2019 @ 1:22 PM
“બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!”
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
September 13, 2019 @ 2:31 PM
સરસ, સરસ, કવિયત્રિને અભિનદન,આપનો આભાર…..
Artisoni said,
September 13, 2019 @ 10:16 PM
Nice
Mayurika Leuva said,
September 14, 2019 @ 7:10 AM
વાહ! સાચે જ સાદ્યંત સુંદર રચના..