કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ (અનુ. વિવેક મનહર ટેલર)
વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.
તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.
કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.
– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. પણ મૂળ સવાલ કવિતાનો સ્વાદ કેવી રીતે લેવો એ છે. કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…
કવિતાના વિગતવાર આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…
*
How to eat a poem
Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.
You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.
For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.
– Eve Merriam
JAFFER KASSAM said,
July 13, 2019 @ 9:16 AM
હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ“` ?
આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ“` ?
નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ“` ?
છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ,
તો વિચારો ડગલું આગળ વધશે કોણ“` ?
ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ“` ?
યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ“` ?
એક અહં મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ“` ?
જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ“` ?
આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ“` ?
એટલે જ*
· એકબીજાનું માન રાખો.
· ભૂલોને ભૂલી જાવ.“`
· ઈગો ને એવોઇડ કરો.
· જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.