ગુરુવંદના – કિશોર બારોટ
ગુરુવર તમને વંદન
હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન
આંખો આપી, પાંખો આપી ને આપ્યું આકાશ
ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ
વ્હેમ, ભીરુતા, આળસ, અડચણ કાપ્યાં સઘળાં બંધન
ગુરુવર તમને વંદન
અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર
મને તુંબડામાંથી દીધો તંબૂરનો અવતાર
રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન
ગુરુવર તમને વંદન
– કિશોર બારોટ
કેવા સરળ શબ્દોમાં કેવી ઉમદા ગુરુવંદના! અદભુત!!
Vipul said,
January 2, 2020 @ 1:32 AM
હ્રદયસ્પર્શી !
આઠમી લાઈનમાં “તંબૂરાનો” એમ સુધારો કરવા વિનંતી.
suresh shah said,
January 2, 2020 @ 1:59 AM
CLASS
One of the Best
GURU VANDANA.
KEEP IT UP>
Meena Chheda said,
January 2, 2020 @ 3:54 AM
ખૂબ સુંદર! વાંચતા જ ગુરુને સહજ વંદન થઈ જાય !
Chitralekha Majmudar said,
January 2, 2020 @ 10:25 AM
Very true and that is why, ” Guru devo bhava”.
pragnajuvyas said,
January 2, 2020 @ 12:19 PM
ગુરુની મહિમા અનેરી છે. જેને ગુરુની મહિમા પાપ્ત થઈ એવા સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણએ પણ નરેનને એ જ સત્યના માર્ગે ચાલવાનું આધ્યાત્મિક જ્ઞાન આપ્યું હતું. જેમના વચનોથી જગત આખું અભિભૂત થયું. આવી હોય છે ગુરુની આભા. . જે મનુષ્યને અજ્ઞાનની ખીણ પાર કરાવી જ્ઞાનની ધરતી સુધી લઇ જાય છે.
અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર
મને તુંબડામાંથી દીધો તંબૂરનો અવતાર
રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન
ગુરુવર તમને વંદન
ધન્ય ધન્ય
–શ્રી કિશોર બારોટને ધન્યવાદ ડૉ વિવેક ને ધન્યવાદ
kishor Barot said,
January 2, 2020 @ 12:52 PM
ખૂબ ખૂબ આભાર, વિવેકભાઈ.
vimala Gohil said,
January 2, 2020 @ 3:31 PM
“આંખો આપી, પાંખો આપી ને આપ્યું આકાશ
ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ
વ્હેમ, ભીરુતા, આળસ, અડચણ કાપ્યાં સઘળાં બંધન
ગુરુવર તમને વંદન”
“અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર
મને તુંબડામાંથી દીધો તંબૂરનો અવતાર
રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન
ગુરુવર તમને વંદન”
શ્રી કિશોર બારોટની વંદના એ અમારી પણ્,ગુરૂજી નજરે ખડા કરી આપ્યા કે અમે પ્રણામી શક્યા.આભાર ડૉ. વિવેકભાઈ.