ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?
વિવેક મનહર ટેલર

કોણ… – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વ્રુક્ષ પર એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખે વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરનાં આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર…

– રમેશ પારેખ

બળકટ શબ્દચિત્ર ! ગમે તે સંબંધ હોય, કોઈક પાત્ર મુક્તમને બધું જ કહે….કોઈક માત્ર સાંભળે….કોઈક કંઈ જ ન કહી શકે….કોઈક ઇંગિતમાંજ બોલે….સામા પાત્રની પ્રજ્ઞાથી અનભિજ્ઞ વ્યક્તિના સંકોચનો તો વળી કોઈ પાર જ ન હોય….સમજ-ગેરસમજ-અણસમજ-નાસમજ…….આટલા પરિમાણો બન્ને પક્ષના !!!!!

6 Comments »

  1. વિવેક said,

    May 15, 2019 @ 2:11 AM

    પહેલી નજરે અછાંદસ લાગતી આ રચના ‘ગાલગાગા’ના અનિયમ આવર્તનોમાં લખાયેલ છંદોબદ્ધ રચના છે…

  2. Arvind Bhatt said,

    May 15, 2019 @ 10:57 AM

    Ati Sundar.

  3. Bharat Bhatt said,

    May 16, 2019 @ 12:51 AM

    ખુબ સુંદર. રમેશ પારેખ એટલે એક Institute . એક મુશાયરામાં એવું કહેનાર
    “મારી મુછ તળે આખું અમરેલી ગામ”.
    સો સો સલામ.
    ભરત ભટ્ટ

  4. Bharat Bhatt said,

    May 16, 2019 @ 12:51 AM

    ખુબ સુંદર. રમેશ પારેખ એટલે એક Institute . એક મુશાયરામાં એવું કહેનાર
    “મારી મુછ તળે આખું અમરેલી ગામ”.
    સો સો સલામ.
    ભરત ભટ્ટ

  5. Bharat Bhatt said,

    May 17, 2019 @ 12:10 AM

    આધુનિક ગુજરાતી સાહિત્યને લખનાર અને સમૃદ્ધ બનાવનાર રમેશ પારેખની આજે પુણ્યતિથિ છે(૧૭ મે ૨૦૦૬ ). લયસ્તરોએ તેમને યાદ કરી તેમનું એક કાવ્ય વાંચકો માટે આચમન રૂપે મકયું.આભાર. આ કવિ-લેખકને યાદ કરી તેમની અન્ય રચનાઓ ને લયસ્તરો પર વાંચી તેમને કાવ્યાંજલિ અર્પીએ. આભાર

  6. Haresh Nimavat said,

    November 30, 2019 @ 10:30 AM

    लाजवाब शब्दचित्र ।समज,गेरसमज, अणसमज…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment