ઉદાસી- તુષાર શુક્લ
તને મળતાં ઉદાસી મને ઘેરી વળે
તો ય મળવાનું થાય મને મન.
આંખોથી અડકીને અળગો થઈ જાય
તો ય મ્હેકી ઉઠે છે મારું તન.
તને મળવાનું થાય મને મન.
મળવાને જાતી ને જઈને શરમાતી હું
શાને આવું તે મને થાતું.
કહી ના શકાય અને રહી ના શકાય
એનું કારણ મને ન સમજાતું
ઉંબર ઓળંગવાનું ઇજન આપે છે મને
આંગણામાં ઊભેલું યૌવન
તને મળવાનું થાય મને મન.
દિવસોની ભાષામાં ઓળખ પૂછો તો
થાય પૂરાં નહીં આંગળીનાં વેઢાં
તારા દીધેલાં ફૂલ છો ને સુકાઈ જાય
મેલું ના એક ઘડી રેઢાં
નામ તારું ફોઈજીએ પાડ્યું ગમે તે હોય
હું તો કહેવાની તને ‘સાજન’
તને મળવાનું થાય મને મન.
– તુષાર શુક્લ
ketan yajnik said,
May 9, 2019 @ 12:04 AM
ખુશી હોય કે ઉદાસી ,મમળાવવાનું ગીત
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
May 10, 2019 @ 1:57 AM
ઉદાસી મા પણ આનદ આપતી રચના…..કવિશ્રી તુષાર શુક્લને અભિનદન…..
Chitralekha Majmudar said,
May 10, 2019 @ 1:50 PM
sweet poem….thanks.
Bharat Bhatt said,
May 11, 2019 @ 1:07 AM
ખુબ સરસ કાવ્ય. ઉદાસી એટલે કે પાછો વિરહ થવાનો !! પ્રેમ એટલે આંખોની ભાષા.
हमने देखी है उन आँखों की महकती ख़ुशबू,
हाथ से छू के इसे रिश्तों का इल्ज़ाम न दो.
सिर्फ़ एहसास है ये रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो.
-ગુલજાર
Bhupendra Gaudana said,
May 11, 2019 @ 3:18 AM
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ
ચાલો અહીં બંન્ને કવિ ની ભાવના નો કંઈક તાલમેલ થાય છે! આ કંઈક થોડું ખુંચે છે!
સુંદરમ સમગ્ર ની વાત કરે છે…
તુષાર શુક્લ એકનીજ વાત કરે છે!
વાત એક ની હોય કે સમગ્ર્ર ની ચાહ મહત્વ ની છે!
બની શકે સુંદરમ એક નેચાહ્યા પછી સમગ્ર ને ચાહવા માંડ્યા હોય!!
Bhupendra Gaudana said,
May 11, 2019 @ 3:25 AM
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ
ચાલો અહીં બંન્ને કવિ ની ભાવના નો કંઈક તાલમેલ થાય છે! આ કંઈક થોડું ખુંચે છે!
સુંદરમ સમગ્ર ની વાત કરે છે…
તુષાર શુક્લ એકનીજ વાત કરે છે!
વાત એક ની હોય કે સમગ્ર ની વાત ચાહ ની છે! બની શકે કે સુંદરમ એક ને ચાહ્યા પછી સમગ્ર ને ચાહતા થયા હોય!