(રહેવા દે) – ગૌરાંગ ઠાકર
ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે,
તું બધે તારો ભાગ રહેવા દે.
જાય છે તો બધું જ લઇ જા, પણ
આ સ્મરણનો વિભાગ રહેવા દે.
ઢાંક ચહેરો, ક્યાં તો બુઝાવ દીવો,
એક સ્થળે બે ચિરાગ, રહેવા દે.
કોઇ વંટોળને કહી દો કે,
ફૂલ ઊપર પરાગ રહેવા દે.
તું હૃદયથી જ કામ લઈ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે.
આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.
– ગૌરાંગ ઠાકર
મજાની ગઝલ. છેલ્લો શેર તો દરેક સર્જકે પોતાના ડેસ્ક પર ચોવીસ કલાક નજર સામે જ રાખવા જેવો…
Pravin Shah said,
May 30, 2019 @ 6:25 AM
સરળ અને સુન્દર !
ખૂબ મજાની ગઝલ !
જય કાંટવાલા said,
May 31, 2019 @ 4:04 AM
આખી ગઝલ સરસ થઈ છે
મયૂર કોલડિયા said,
May 31, 2019 @ 1:03 PM
વાહ.. વાહ… વાહહહ
અંતિમ શેર તો દીવાલ પર લખી લઉ છું…
ગૌરાંગ ઠાકર said,
June 3, 2019 @ 10:19 PM
મિત્રોનો આભાર.. 🌹🌹🌹
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
June 4, 2019 @ 2:48 AM
સરસ ગઝલ…..અભિનદન……
Babu Patel said,
June 4, 2019 @ 2:09 PM
કોઇ વંટોળને કહી દો કે,
ફૂલ ઊપર પરાગ રહેવા દે.
સરળ સુન્દર અને સૌરભથી ભરપૂર્