ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું
– અદમ ટંકારવી

ડાયરીનું એક પાનું….- અનિલ ચાવડા

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભગવતગીતા પર બેઠો ‘તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે !

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એક ને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.

– અનિલ ચાવડા

6 Comments »

  1. Anil Chavda said,

    May 1, 2019 @ 7:05 AM

    આભાર

  2. મહેશ ભટ્ટ. said,

    May 1, 2019 @ 10:00 AM

    ગઝલની નજાકતા, નમણાશ, નરવાઇ સ્પષ્ટ દેખાય છે.

  3. praheladbhai prajapati said,

    May 1, 2019 @ 12:49 PM

    સરસ્

  4. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    May 1, 2019 @ 1:48 PM

    સરસ્,સરસ,સરસ……

  5. Utpal Kapadiya said,

    May 12, 2019 @ 11:44 AM

    Sir adbhut adbhut adbhut
    Aapno fan thai gyo sir

  6. PALASH SHAH said,

    April 14, 2020 @ 6:17 AM

    જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
    છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.

    આમાં કવિ અડધી પીચ પર જઈ ને સિક્સ મારે છે ……

    આભાર અનિલભાઈ ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment