ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.
વિવેક મનહર ટેલર

કબીર – સંજુ વાળા

ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો…
ઘટ ઘટ રામ તિહારો…

તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ

બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર

તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો…

તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ

ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન

પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો…

– સંજુ વાળા

કવિ સંજુ વાળાએ મધ્યયુગીન સંતોના કેટલાક શબ્દચિત્રો દોર્યાં છે. એમાનું એક તે કબીર.  ગીતની પહેલી જ કડીમાં કવિ કબીરને સાંગોપાંગ આપણી સમક્ષ સફળતાપૂર્વક લઈ આવે છે- ઘટ ઘટ રામ તિહારો- તારા રોમ-રોમમાં, અંગેઅંગમાં રામ છે! આથી અદકી બીજી કઈ ઓળખ હોય સંતની? આગળ કબીરના જાણીતા દોહાઓની આંગળી ઝાલીને કવિ એમની આગવી શૈલીમાં સંતનું શબ્દચિત્ર પૂરું કરી આપે છે.

7 Comments »

  1. JAFFER KASSAM said,

    May 10, 2019 @ 4:48 AM

    Bahuj Saras

  2. Jay said,

    May 10, 2019 @ 2:22 PM

    કવિતા ખરેજ સરસ છે. પણ મને એક ખામી લાગી. રામને તો પહેલી જ પંકતિમા સમાવી લીધા પણ રહીમ ક્યાંય ન દેખાણા!

  3. Bharat Bhatt said,

    May 10, 2019 @ 6:41 PM

    એક સિદ્ધહસ્ત કવિની કવિતા. ખુબ સરસ. આમાં રહીમ ફિટ ના આવે. તે જુદું ચરિત્ર છે. એક ફકીર અને બીજા ઉમરાવ
    ભરત ભટ્ટ

  4. Bharat Bhatt said,

    May 11, 2019 @ 12:11 AM

    કબીર જન્મે મુસલમાન પણ એક વાયકા છે કે યુવાવસ્થામાં સ્વામી રામાનંદના પ્રભાવથી હિન્દૂ ધર્મનું જ્ઞાન થયુ. એટલે તેમના દોહા અને સાખીમાં રામ અને હરિ આવે.
    हिन्दू कहें मोहि राम पियारा, तुर्क कहें रहमाना,
    आपस में दोउ लड़ी-लड़ी मुए, मरम न कोउ जाना।

  5. BHADRESHKUMAR P JOSHI said,

    May 11, 2019 @ 6:59 AM

    shri Jay

    Rahim referred in the second last stanza.

  6. સંજુ વાળા said,

    May 12, 2019 @ 5:57 AM

    ખૂબ ખૂબ આભાર વિવેક
    મિત્રો

  7. Lata kanuga said,

    May 13, 2019 @ 6:16 AM

    ખૂબ સરસ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment