મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)
મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.
– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)
કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરીએ.
પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.
Do Not Stand At My Grave And Weep
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
– Mary Elizabeth Frye
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
April 28, 2019 @ 12:35 AM
સરસ અનુવાદ,સરસ આસ્વાદ…… આપને અભિનદન……
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
April 28, 2019 @ 12:37 AM
સરસ અનુવાદ અને સરસ આસ્વાદ, આપને અભિનદન
Prof. K. J. Suvagiya said,
April 28, 2019 @ 11:31 AM
વાહ! અદ્ભૂત!
વિવેક ભાઈ!
આ એક સ્વયમેવ મહાન ઘટના કહી શકાય!
અન્યની લાગણીને અનુભૂત કરી, તત્કાલ પ્રેરણાથી
કાવ્ય લખવું અને એ પણ કોઈ પૂર્વ અભ્યાસ વિના
અને એ વિશ્વ વિખ્યાત થવું! આ બધું મહાન છે!
न रुको मेरी कब्र पे बहाओं आंसू कोई नहीं!
मैं नहीं हूं वहां, मैं अभी सोई नहीं!
मैं हूं हजार हवाएं जो बहती रहती है!
हीरे की हूं चमक जो बर्फ पे चमकती है!
मैं पकी हुई धानों पर किरन हूं सूरज की!
मैं हल्की बूंदें हूं, पतझड़ वाली बारीश की!
जब आप जागेंगे शांत सुमधुर सुबह को!
चैन से गगन में उड़ते पाएंगे पंछी को-
उन्हें तेज उड़ान दिलाता अबाबील हूं मैं!
रात को चमकने वाले मृदु तारागण हूं मैं!
मत रुकना मेरी कब्र पर और रोना नहीं!
मैं वहां नहीं हूं, मुझे अभी मरना नहीं!
–=०=–
–मेरी एलिजाबेथ फ्रे अनु. आखिर बिलाखी
(स्रोत: कवि की मूल रचना तथा
श्री विवेक टेलर का गुजराती अनुवाद)