દ્વિભાષી ગઝલ – રાજેશ હિંગુ
ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।
એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।
ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।
મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।
હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।
– રાજેશ હિંગુ
કવિતા આત્માની માતૃભાષા છે. એટલે જ કવિતાનો આત્મા કોઈ એક ભાષાની કાયામાં પૂરાઈને રહેવામાં માનતો નથી. કવિ રાજેશ હિંગુ ગુજરાતી ગઝલમાં સંસ્કૃતને જે રીતે વણી લાવ્યા છે એ આ વાતની પ્રતીતિ કરાવે છે. જેની ભીતર હું જ શિવ છું નો નાદ ગૂંજે છે, એના માટે બધું જ મધુરુ છે. કવિએ નાદ ગૂંજવાની વાત કરી છે એ શબ્દપ્રયોગ ધ્યાન માંગી લે છે, કેમ કે નાદ હંમેશા ગુંબજ જેવી પોલી વસ્તુમાં જ ગૂંજી શકે છે. જ્યારે અહંકાર વગેરેથી ભીતર ખાલી થઈ જાય ત્યારે જ એમાં નાદગૂંજ જન્મી શકે છે. બીજા શેરમાં બુદ્ધની ચાર ભાવનાઓ सर्वं क्षणिकं क्षणिकम्, सर्वं दुःखं दुःखम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम्, અને सर्वं शून्यं शून्यम् માંથી પહેલી બે નજરે ચડે છે. બધું જ ક્ષણભંગુર છે, પછી દુઃખનુંય દુઃખ શું? ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાતી તો ગળથૂથીમાં જ મળી પણ સંસ્કૃતનું પાન કર્યું એટલે ખરું બ્રાહ્મણત્વ (દ્વિજ-બે વાર જન્મેલો, બ્રાહ્મણ) મળ્યું. કેવો ઉમદા શેર! મિત્રો, મહેફિલ અને ચાની ચુસ્કી જ પોતાનું ખરું ઐશ્વર્ય છે એમ કવિ કહે છે ત્યારે એમની મહેફિલમાં સામેલ થવાની ઇચ્છા અનાયાસ થઈ આવે છે. અને અંતે કવિ બહુ મોટી વાત કરે છે. વ્યાસ જે કહી ગયા એમાં બધું જ આવી ગયું એમ માહાભારતના સંદર્ભમાં આપણે કહીએ છીએ. એવું કશું છે જ નહીં, જે વ્યાસે કહેવાનું બાકી રાખ્યું હોય. તો કવિ નવું ક્યાંથી લાવે?
આવી મજબૂત ગઝલ ભાગ્યે જ મળતી હોય છે. કવિને સો સો સલામ..
Rajnikant Vyas said,
April 20, 2019 @ 12:57 AM
ગુજરાતી અને સંસ્ક્રુતનો અદ્ભુત સમન્વય.
Bharat said,
April 20, 2019 @ 3:01 AM
વાહ…. રાજેશભાઇ
Prof. K. J. Suvagiya said,
April 20, 2019 @ 5:00 AM
…અને મજબૂર ને પણ મજબૂત બનાવી દેતી,
તમારી આગવી વિવેચન કળા નૉ સ્પર્શ પણ
ભાગ્યશાળી ગઝલને જ મળતો હોય છે!
એ પણ ખરું!
Khushboo amarsi jethwa said,
April 20, 2019 @ 1:30 PM
Mama you are really great……. 😘 😘 😘
Rajesh Hingu said,
April 21, 2019 @ 12:19 AM
લયસ્તરો, વિવેકસર અને અહીં કોમેન્ટરૂપે પ્રેમ વરસાવનાર સૌ મિત્રોનો આભારી છું.
Rajesh Hingu said,
April 21, 2019 @ 12:24 AM
લયસ્તરો, વિવેક સર અને અહીં કોમેન્ટરૂપે પ્રેમ વરસાવનાર સૌ મિત્રોનો આભારી છું..
Vinod Manek said,
April 26, 2019 @ 3:45 AM
Very nice gazal n aswad by vivek Tailor ji
Moj moj
Vinod Manek said,
April 26, 2019 @ 3:46 AM
Very nice gazal n aswad by vivek Tailor ji
Moj moj adbhut samnvay of guj sans
હેમંત પુણેકર said,
May 18, 2019 @ 11:58 AM
સુંદર ગઝલ! દ્વિભાષી ગઝલોના પ્રયોગમાં ગઝલ ઘણીવાર મરી જાય છે. એવું અહીં બિલકુલ થયું નથી. રાજેશભાઈને અભિનંદન!
Jethva kaushik said,
May 25, 2021 @ 11:53 PM
I love your ચા ની ચુસ્કી in almost all poems and ghazal
Very nice
મુકુલ ઝવેરી said,
August 9, 2021 @ 10:20 AM
ગઝલમાં સંસ્કૃત ભાષાનો વિનિયોગ, એક અભૂતપૂર્વ ઘટના! આવું કદાચ પહેલીવાર થયું હશે. સુભાનલ્લાહ! અભિનંદન!
Sangita sunil Chauhan "tapasya" said,
August 10, 2021 @ 5:06 AM
ખૂબ સુંદર ગઝલ, રાજેશભાઈને અભિનંદન 👏
Sangita sunil Chauhan "tapasya" said,
August 10, 2021 @ 5:07 AM
ખૂબ સુંદર ગઝલ,.
અંતઃકરણથી અભિનંદન 👏