પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી
કોકિલ, પંચમ બોલ બોલો
. કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
. લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
. કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
. કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
. આછો મકરંદ મંદ ઢોળો
. કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
. કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
. ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
. કે પંચમી આવી વસંતની.
-ઉમાશંકર જોશી
આજે વસંતપંચમીના દિવસે ઋતુરાજ વસંત વિશેનું મારું સૌથી વધારે મનગમતું અને મેં સૌથી વધારે સાંભળેલું આ ગીત… ગણગણીને કે ગાઈને આ ગીત ન વાંચો તો એનું સૌંદર્ય નજર બહાર રહી જવાની પૂરી શક્યતા છે…
આજે વસંતપંચમી એટલે વસંતના આવણાંનો પહેલો પડઘમ. ઝાડોએ રંગોના નવા વસ્ત્રો પહેરવાની મોસમ. વસંતપંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ અને એટલે જ એને મદનોત્સવ પણ કહે છે. આજ દિવસે શબરીના એંઠા બોર શ્રી રામચંદ્રે પણ ખાધા હતા. આજ દિવસે ચાંદકવિની કવિતાના દોરે બંધાઈને અંધ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દવેધી બાણની મદદથી મોહમ્મદ ઘોરીનો વધ કર્યો હતો… વસંતપંચમી એટલે સૂર અને શબ્દના દેવી મા સરસ્વતીનો જન્મદિવસ પણ. વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’.
ભૃંગ=ભમરો, મકરંદ= પુષ્પરસ/પરાગ/સુવાસ,
ઊર્મિ said,
January 31, 2009 @ 12:09 AM
આપોઆપ જ ગણગણાઈ જાય એવું મજાનું વાસંતી ગીત…!
વસંતપંચમીની મઘમઘતી શુભેચ્છાઓ…!
Jayshree said,
January 31, 2009 @ 12:38 AM
આજે તો લયસ્તરો… ગાગર… અને ટહુકો.. બધે વસંત મહેકી ઊઠી.. અહીં અમેરિકામાં બેઠા-બેઠા વસંતી સૌંદર્ય તો ક્યાં જોવા મળે? પણ આ વસંતના ગીત વાંચીને થાય છે ખરું કે… આહા… વસંત આવી..!
આ ગીત વાંચવાની આવી મઝા આવી તો સાંભળવાની તો કેટલી મઝા આવતી હશે..!! હવે તો આને ક્યાંકથી શોધવું જ પડશે..!
RD said,
January 31, 2009 @ 1:34 AM
mari vasant to ahiya -11 C ma nikli rahi che…
but khari vasant ni feelings api didhi….
bhai waah
pragnaju said,
January 31, 2009 @ 8:56 AM
ખુબ સુંદર
ઠંડીમાં પણ વસંતની હુંફ મળી!
vishwadeep said,
January 31, 2009 @ 9:41 AM
સુંદર”વસંત”ને આવકારતું ગીત
Sandhya Bhatt said,
January 31, 2009 @ 9:46 AM
વાહ્….વાહ્….વાસંતી રંગે રંગી દીધાં….
ધવલ said,
January 31, 2009 @ 11:36 PM
વસંતનું મધુરુ ગાન !
Bina said,
February 1, 2009 @ 10:31 AM
વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’.
I agree with you, Vivekbhai. Nice creation by Umashanker Joshi.
Shefali said,
February 3, 2009 @ 11:05 AM
વિચિત્ર વાત કે આજે London બ્ન્ધ!
વસ્ન્ત ને વખત નથિ!
chandresh shah said,
February 3, 2009 @ 11:10 AM
ખુબ સરસ વાસnti anubhav. Maza avi gai. Gujarati kavita aa rite jivant i.e. live rakhva mate khub abhinandan. If poetry dies I donot think humanity can survive. so please carry on. Hum sab sath Hai…
Prashant said,
February 5, 2009 @ 5:50 PM
ખદબદી રહ્યો છે આ દેશ ભ્રષ્ટાચાર ના કાદવ મા,
ને તે કાદવ મા પગ મુકી તમે , વસન્ત ને વધાવવા જશો !
થઈ રહ્યા છે ચોતરફ વિસ્ફોટો આતન્ક્વાદ ના,
ને તેના ધુમાડા મા થી પસાર થઈ તમે, વસન્ત ને વધાવવા જશો !
પિખાઈ રહી છે અહી ખિલતી કળીઓ રોજે રોજ ,
ને તેની વિખરાયેલી પાખડીઓ થી તમે, વસન્ત ને વધાવવા જશો !
‘અજ્ઞાની’ હોવા છતા પણ જાણુ છુ ઘણુ બધુ ,
ને જ્ઞાની હોવા છતા તમે, વસન્ત ને વધાવવા જશો !
– પ્રશાન્ત ‘અજ્ઞાની’
Krutesh said,
February 7, 2011 @ 4:12 AM
Hello Vivek Uncle,
Thanks for sharing this famous poem of Umashankar Joshi. I have copied lyrics of this song from your blog to my blog and posted the same in voice of Nirupama Sheth. I hope you do not have any objection. If you have any, please let me know.
Thanks
URL of Relevant Post http://www.krutesh.info/2011/02/blog-post_07.html
vipul said,
January 27, 2012 @ 4:51 AM
લોવે