ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં
– હરિશ્ચંદ્ર જોશી

હેડકી – સંજુ વાળા

અંતરથી ઉપડી રે હેડકી
તાલાવેલીનું કોઈ તાગે ના તળ
એવી માંહ્ય માંહ્ય ઉમટે ઉફૈડકી

અધખીલી કળી માથે ફૂદું મંડરાય
એમ આવે – જાય મળવાના મોકા
સાંભળું ને પારખું ત્યાં જાતા વિલાઈ
દૂર વગડામાં હીરકચા ટૌકા
અડધી મિચાય આંખ એજ ઘડી
પાંપણમાં ખૂંચે પગરખાંની ચૈડકી
અંતરથી ઉપડી રે હેડકી

ઝાડવાંને હોય એની ભોં પર ભરોસો
‘ને પાંદડાંને વ્હાલ હોય શાખ પર
એને જોઈ મારામાં ઊગે ને આથમે રે
કંઈ કંઈ વરતારાઓ રાતભર
કહીએ કહીએ રે તોય માને ના કોઈ
એવી કામનાઓ થઈ બેઠી તેડકી
અંતરથી ઉપડી રે હેડકી

-સંજુ વાળા

કલ્પનો તો મૌલિક છે જ, પરંતુ અમુક શબ્દો પણ તદ્દન નવા છે – જેમ કે ઉફૈડકી, પગરખાંની ચૈડકી……કવિસહજ છૂટછાટનો ચતુર ઉપયોગ કઠતો નથી,રસવૃદ્ધિ કરે છે….

5 Comments »

  1. Chandrashekhar Pandya said,

    April 17, 2019 @ 7:34 AM

    ઉફેડકી અને ચૈડકી ના અર્થ શું થાય?

  2. સંજુ વાળા said,

    April 17, 2019 @ 10:57 PM

    ખૂબ ખૂબ આભાર તિર્થેશ

  3. Bharat V. Kheni said,

    April 17, 2019 @ 11:19 PM

    વાહ…. સંજુદાદા. વિષય પણ કેટલો સહજ અને એકદમ તરોતાજા.
    ઝાડવાંને હોય એની ભોં પર ભરોસો
    ‘ને પાંદડાંને વ્હાલ હોય શાખ પર
    એને જોઈ મારામાં ઊગે ને આથમે રે
    કંઈ કંઈ વરતારાઓ રાતભર
    કહીએ કહીએ રે તોય માને ના કોઈ
    એવી કામનાઓ થઈ બેઠી તેડકી
    અંતરથી ઉપડી રે હેડકી તોયે…..

  4. Poonam said,

    April 20, 2019 @ 2:39 AM

    એવી કામનાઓ થઈ બેઠી તેડકી
    અંતરથી ઉપડી રે હેડકી
    -સંજુ વાળા – મસ્ત

  5. રાહુલ તુરી said,

    August 9, 2019 @ 2:55 AM

    વાહ..બહુ બહુ તો કરુ.ઈશારો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment