ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

પ્રભાવ કહું – સંજુ વાળા

ભાવ સમજુ ‘ને હાવભાવ કહું
કે, ઉમળકાનો ઘન ચઢાવ કહું ?

ના હું બદલાઉં, ના બનાવ કહું
આવનારા તને શું ‘આવ’ કહું ?

આજ એકાંત અઘરું લાગે છે –
એને તારી અસર કે તાવ કહું ?

સાવ પાસે જઈને અટકી જવું
વિઘ્ન સમજું, સહજ પ્રભાવ કહું ?

વાતમાં બીજી વાત ગૂંથીને –
ચાલું રાખું કે ‘રૂક્જાવ’ કહું ?

આંખ બેઠી છે દૃશ્યના ટેકે
દૃશ્યને આંખનો લગાવ કહું ?

આ કહ્યા સાંભળ્યાની આડશ લઈ
માત્ર અંગત અનોખી રાવ કહું !

– સંજુ વાળા

આંખ બેઠી છે દૃશ્યના ટેકે……..-વાહ !!!!!

4 Comments »

  1. સંજુ વાળા said,

    February 26, 2019 @ 12:13 PM

    ખૂબ ખૂબ આભાર

  2. M.J.A.Kassam said,

    February 27, 2019 @ 5:23 AM

    બહુજ આનદ થયો

    તમારો આભાર અને ધન્યવાદ

  3. Shabnam khoja said,

    March 1, 2019 @ 12:15 PM

    આજ એકાંત અઘરું લાગે છે –
    એને તારી અસર કે તાવ કહું ?

    અહાઆઆ ..મસ્ત ગઝલ સાહેબ 💐💐💐💐

  4. જગદીશચંદ્ર ત્રિવેદી said,

    March 7, 2019 @ 12:10 PM

    ગઝલ ની એક સાવ નોખી તરાહ. એક અનોખો ચીલો કવિતાનો એટલે સંજુ વાળા. રોજ઼ નાવીન્ય એની કવિતામાં લાવે. ભાવકને અભિભૂત કરીદે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment