(નવી સવાર) – જુગલ દરજી
લોહીલુહાણ છે અને હાલત છે તારતાર,
નીકળ્યો’તો એક વિચાર જે ટોળાની આરપાર.
થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બહાર,
તલવારમાંથી નીકળી ચીસો ય ધારદાર.
રંગો ય એના એજ ને પીંછી ય એ જ લઈ,
બસ દોરવાની હોય છે કાયમ નવી સવાર.
કરવા મથો છો પણ તમે લ્યા નહિ કરી શકો,
છારીની જેમ બાજેલા દ્રશ્યોમાં ફેરફાર.
એકાદ હોય તો ચલો સ્વાગત કરું હું ,પણ,
આવે છે ઉર્મિઓ ય લબાચા લઈ હજાર.
કેવી સરળ ગઝલમાં અભિવ્યક્ત થાય વાત,
જે બોલવા કરું છું પ્રયત્નો હજારવાર.
પાગલ હશે કાં હોઈ શકે તારા સમ જુગલ
ઝંખે છે જે સમયથી સમયસરની સારવાર
– જુગલ દરજી
એક-એક શેર પાણીદાર. પ્રસ્તુત ગઝલના મત્લામાં ટોળાંની માનસિકતા જે રીતે રજૂ થઈ છે, એવી ભાગ્યે જ ક્યાંક રજૂ થઈ શકી હશે. માણસ એકલો હોય ત્યારે જે રીતે વિચાર કરે અને ટોળાંમાં હોય ત્યારે જે રીતે વિચાર કરી શકે છે એ બેમાં આસમાન-જમીનનો ફરક હોય છે. ટોળું ભાગ્યે જ તાર્કિકતાપૂર્ણ વિચારી શકે છે. ટોળાંની ગાડરિયાવૃત્તિએ દુનિયામાં મોટી-મોટી હોનારતો સર્જી છે. એક સ્વસ્થ વિચાર પણ ટોળાંમાં થઈને પસાર થાય છે તો એની હાલત લોહીલુહાણ અને વસ્ત્રો તારતાર થઈ જાય છે… બે જ લીટીમાં આટલી મોટી વાત સમાવી ગઝલનો શેર સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે એટલે જ ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બની રહ્યો છે.
Prof. K. J. Suvagiya said,
March 29, 2019 @ 5:58 AM
વાત એકદમ સાચી છે! વિવેક ભાઈ!
વિચાર રામરાજ્યના આદર્શનો હોય, કે ગાંધી-સત્યનો,
ટોળાંમાંથી પસાર થતાં થતાં તેના લીરેલીરા ને ડૂચેડૂચા
નીકળી જાય છે! ખુબ સરસ ગઝલ!
જુગલ દરજીને અભિનંદન!!…
આવી એક લાગણીને મેં પણ ગઝલ-દેહ આપ્યો’તો,-
રહેવા દે દુઃખની વાત ન કર!
અમસ્તી સુખની વાત ન કર!
જન્મ થી જ ચાલે છે લાંઘણ,
ભારતમાં ભૂખની વાત ન કર!
મિથ્યા ઠરશે રામરાજ્ય પણ,
સીતા તણી કૂખની વાત ન કર!
શકના ઘેરામાં છે ગાંધી વિચાર,
વાયવીય રુખની વાત ન કર!
સળગશે ચારે દિશાઓ આખિર,
તું મારા મુખની વાત ન કર!
–=૦=–
17/07/15 આખિર બિલાખી
Pravin Shah said,
March 29, 2019 @ 6:19 AM
દોડતી આવી આ ગઝલ મારમાર
નૅ નીકળી ગઈ હ્ર્દયની આરપાર !
Mohamedjaffer Kassam said,
March 29, 2019 @ 6:32 AM
બાહુજ સરસ્
Shabnam khoja said,
March 29, 2019 @ 7:46 AM
ક્યા બાત hai👌👌👌👌👌👌
છા ગયે દોસ્ત … ખૂબ સરસ ગઝલ ..
Parul sapra said,
March 29, 2019 @ 8:29 AM
Wahh khub sars 👌👌👌
vinod manek Chatak said,
March 29, 2019 @ 8:40 AM
wah very nice gazal jugalbhai
SARYU PARIKH said,
March 29, 2019 @ 9:08 AM
સરસ રચના.
એકાદ હોય તો ચલો સ્વાગત કરું હું ,પણ,
આવે છે ઉર્મિઓ ય લબાચા લઈ હજાર….વિશેષ ગમી
સરયૂ પરીખ
Rina said,
March 29, 2019 @ 9:20 AM
Ahaaa….. Awesome
Jugal said,
March 29, 2019 @ 9:36 AM
Thanks to all
ashit dhamecha said,
March 29, 2019 @ 1:02 PM
વાહહહ સરસ ગઝલ..
મત્લા આફરીન…