ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
ડેનિશ જરીવાલા

સપનું – પરબતકુમાર નાયી ‘દર્દ’

સપનાનું આવું તો કેમ?
હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ!
સપનાનું આવું તો કેમ?

સપનું ઊગ્યા પછી આંખોના ફળિયામાં ઊગ્યાં છે મનગમતાં ફૂલ!
સપનું ઊગ્યા પછી કો’ક એમ કે’તું કે જીવન કરી દ્યો ને ડૂલ!
ઝાકળના ફોરાંને તડકાના દેશથી લઇ જાશું કેમ હેમખેમ?
સપનાનું આવું તો કેમ?

સપનાની હોડી લઈ પાંપણના દરિયામાં ખેપો આ કરવાની કેટલી?
પાણીનું નામ એને આપી આપીને હવે આંખોને ભરવાની કેટલી?
જોશીને પૂછ્યું તો વેઢા એ ગણતો ને સૈયર કહે સપનું તો વ્હેમ!
સપનાનું આવું તો કેમ?

– પરબતકુમાર નાયી ‘દર્દ’

ક્ષણભંગુર સ્વપ્નની હકીકતનું ગીત. પરપોટા પેઠે ક્ષણિકમાં બટકી જતાં સપનાંને જોઈને કવિ સહજ વિમાસે છે. સપનું આંખોના સૂના ફળિયાને જીવન ન્યોછાવર કરી દેવાનું મન થઈ આવે એવો મજાનો બગીચો બનાવી દે છે, પણ પછી હકીકત સમજાય છે કે સપનું તો તડકાના દેશમાં જન્મેલું ઝાકળનું ફોરું છે. એને સાંગોપાંગ સાચવવું કેવું દોહ્યલું! સૈયરને તો સપનું જ વહેમ લાગે છે ને સપનાંના નામનું કેટલું રડવું એ તો જોશી પણ ગણી શકતો નથી…

9 Comments »

  1. રેખા said,

    February 21, 2019 @ 1:48 AM

    વાહ..પાણીનું નામ આપીને…બહુ સરસ કલ્પન

  2. Shivaji Rajput Shivam Vavechi said,

    February 21, 2019 @ 3:31 AM

    સુંદર ગીત

  3. Mohamedjaffer Kassam said,

    February 21, 2019 @ 5:24 AM

    હુ પન નથિ ગનિ શક્તો

  4. SARYU PARIKH said,

    February 21, 2019 @ 9:22 AM

    વાહ્ ખૂબ સરસ…ઝાકળના ફોરાંને તડકાના દેશથી લઇ જાશું કેમ હેમખેમ?
    સપનાનું આવું તો કેમ?…..દિલખુશ રચના. સરયૂ પરીખ

  5. Kantibhai Prajapati said,

    February 21, 2019 @ 11:06 AM

    બહુ સરસ પરબતભાઇ..

  6. Parbat said,

    February 25, 2019 @ 11:04 PM

    આભાર આદરણીય વિવેક ટેલર સાહેબ

    આભાર સૌ મિત્રોને

  7. Parbat said,

    February 25, 2019 @ 11:05 PM

    આભાર સૌ મિત્રોને

  8. ધેન્ગાભાઈ એન સરહદી said,

    January 18, 2020 @ 10:32 PM

    ખૂબ સરસ કવિ, ગુજરાતી સાહિત્ય પરિષદ ના જ્ઞાન સત્રમાં પાલનપુર ખાતે આપની કવિતા માણવાનો અવસર મળ્યો, આપના આગવા અંદાજમાં.‌ અભિનંદન.. સરહદી

  9. Parbat said,

    January 18, 2020 @ 11:55 PM

    આભાર
    પ્રિયમિત્ર ધેંગાભાઈ સરહદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment