તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.
ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.
– નેહા પુરોહિત

માધવનું નામ… – ભગવતીકુમાર શર્મા

વીજળીના ચમકારે છાતીના છૂંદણામાં રાધાએ જોઈ લીધું માધવનું નામ…
બાથમાં સમાવી લેવા રાધાને રોમરોમ હેઠું ઝૂક્યું આ સ્હેજ આભ ઘનશ્યામ…

મોરલીમાં સાંભળ્યાનાં સ્ત્રોવર લહેરાય
જેમ અમરાઈ કોયલને ટહુકે;
સ્પર્શી સ્પર્શીને પવન પૂછે છે રાધાને,
‘તારી સુગંધ સ્હેજ લઉં કે?’
ઝૂક્યા કદંબની ડાળીએ ડાળીએ વાદળનાં ગીત મળ્યાં ટોળે અભિરામ…

કોરાં હતાં તે ફૂલી ફાળકો થયાં
ને ઝીણી ઝરમરમાં બાર મેઘ છાયા;
કોરી તે કેમ રહે રાધા કે કાળજડે
ગોવર્ધનધારી સમાયા.
ગોરી રાધાને અંગ અંધારી રાતડીએ છૂંદણાંમાં ઝૂમતું ગોકુળિયું ગામ…

– ભગવતીકુમાર શર્મા
(૧૨-૦૬-૧૯૭૦)

આવું અદભુત ગીત આજ સુધી લયસ્તરો કે ઇન્ટરનેટ પર ક્યાંય આવ્યું જ નહીં?!

3 Comments »

  1. Neetin Vyas said,

    February 8, 2019 @ 9:54 AM

    શ્રી વિવેકભાઈ,
    પરોઢે “લયસ્તરો” પર એકાદ સરસ કાવ્ય વાંચવા મળે એટલે દિવસ સુધારી જાય. અને તે પણ આંતરરાષ્ટ્રિય કક્ષાએ રચાયેલાં ઉત્તમ કાવ્યો. તમારા આ સુંદર પ્રયાસ માટે અમારી અભિનંદન સાથે સલામ. આવું જ એક સરસ ગીત બ્રિટનના શ્રી ડગ્લાસ જ્યોર્જ અને બોબ થેલે નું લખેલું ગીત: “What a wonderful world” આ પ્રમાણે છે.
    I see trees of green
    Red roses too
    I see them bloom
    For me and you
    And I think to myself
    What a wonderful world
    આતો પહેલો stanza છે ગીત તો લાબું છે.
    આપના ગીતો ના ખજાના માંથી આ ગીત નું ભાષાંતર કે ભાવનુવાદ વાંચવા મળે?
    -નીતિન વ્યાસ
    (ndvyas2@gmail.com)

  2. ketan yajnik said,

    February 9, 2019 @ 12:26 AM

    સૂરત ગણગણ્યું

  3. વિવેક said,

    February 9, 2019 @ 7:07 AM

    @ નીતિન વ્યાસ:

    પ્રતિભાવ બદલ આપનો આભાર… મૂળ કાવ્ય વાંચીને આપને પ્રત્યુત્તર પાઠવીશ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment