ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.
– રમેશ ઠક્કર

એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ (અનુ.: વિવેક મનહર ટેલર)

આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.

– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પવન સૃષ્ટિના કણ-કણને સજીવન કરી દે છે… એ ધૂળને પણ પાંખ આપે છે… પવન વિશેની આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે… પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.

A Windy Day

This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.

– Andrew Young

8 Comments »

  1. pragnaju said,

    January 12, 2019 @ 7:56 AM

    સુંદર કાવ્ય સુંદરતમ રસ દર્શન
    આ કલ્પના-‘પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટ…’
    કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
    એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ, ચાડિયો ફરીથી પહેરવા મથે છે.
    વાહ
    આ વાયરાની વાતે પ્રથમ યાદ તમારી રચના
    બળબળતા વૈશાખી વાયરા,
    ધગધગતી રેતીને રંઝાડે, સંઈ ! જ્યમ આંખ્યુંને કનડે ઉજાગરા.
    હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
    થોરિયાના તીણા તીખા નહોર;
    સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
    ગુંજી રે’ આખ્ખી બપ્પોર,
    સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા.
    બળબળતા વૈશાખી વાયરા.
    સીમ અને વગડા ને રસ્તા બળે છે
    એથી અદકું બળે છ મારું મંન;
    રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો,
    લાગે ટાઢા આ ઊના પવંન,
    બળઝળતી રાત્યુંને ઝાકળ જ્યમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા !
    બળબળતા વૈશાખી વાયરા. સાથે મનમા ગું જ ન
    ગરમ હવાની લહેરખીયે,નીજ કોમળ તન કરમાશે
    અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
    સખી થંભી જા વાટે લગાર, સખીરી
    તારો છેડલો તું માથે તું માથે રાખને જરા
    આતો ચૈતર વૈશાખનાં વાયરા
    તારી વેણીની મ્હેક જાશે ઉડી
    આતો ચૈતર વૈશાખનાં વાયરા
    અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
    અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
    તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
    આતો ચૈતર વૈશાખનાં વાયરા
    ઊનાયે વાયરા ને પાલવડે
    પુરનાં ઓછરતાં ઓરતા ઉના
    તારા હૈયા પર હાથ તો રાખને જરા
    આતો ચૈતર વૈશાખનાં વાયરા …તો આ કેમ ભુલાય
    વાયરા વાયા વસંતના, હું ના જાણું કેમ હૈયાને ગમતા કે વાયરા વસંતના…’
    વાસંતી વાયરા માં કોયલ નો ટહુકાર કબૂતર ને હોલા , બુલબુલ ને ચકલી મીઠા મધુર ગીત ગાય મીઠો મધૂરો કલબલાટ
    અને ગાતા દેખાય ઝવેરચંદ મેઘાણી
    ઓતરાદા વાયરા ઊઠો ઊઠો હો તમે ઓતરાદા વાયરા ઊઠો
    કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી ઓતરાદા વાયરા ઊઠો
    ધૂણન્તાં શિવ જોગમાયાને ડાકલે હાકલ દેતા ઓ વીર ઊઠો
    ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે પૂરપાટ ઘોડલે છૂટો
    ઓતરાદા વાયરા ઊઠો
    ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ સડિયેલાં ચીર ધૂળ કૂંથો
    જોબનના નીર મહીં જામ્યાં શેવાળ ફૂગ ઝંઝાના વીર તમે ઊઠો
    ઓતરાદા વાયરા ઊઠો
    કોહેલાં પાંદ ફૂલ ફેંકી નાખો રે ભાઈ કરમાતી કળીઓને ચૂંટો
    થોડી થોડી વાર ભલે બુઝાતા દીવડા ચોર ધાડપાડ ભલે લૂંટો
    ઓતરાદા વાયરા ઊઠો
    છોને છૂંદાય મારી કૂણેરી કૂંપળો સૂસવતી શીત લઈ છૂટો
    મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં ચીરો ચમકાટ એનો જૂઠો
    ઓતરાદા વાયરા ઊઠો
    ઊઠો કદરૂપ પ્રેતસૃષ્ટિના રાજવી ફરી એક વાર ભાંગ ઘૂંટો
    ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા હુહુકાર સ્વરે કાળ ઊઠો
    ઓતરાદા વાયરા ઊઠો
    કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ રહેજે ચંદનની ગોદ સૂતો
    નથી નથી પર્વ પુષ્પન્ધવાનું આજ ઘોર વિપ્લવના ઢોલડાં ધડૂકો
    ઓતરાદા વાયરા ઊઠો

    ‘અમે સુખદુઃખના અનુભવ થઈ જવા’ માટે કહેતા’ હવા પવન વાયરા વાઈ ચૂકયા છે’

  2. Neetin Vyas said,

    January 12, 2019 @ 10:21 AM

    Poem is excellent and so it’s Gujarati translation. Shri Vivekbhai’s test and selection of an appropriate literary work all are of high standard.

  3. Anila Patel said,

    January 13, 2019 @ 4:45 AM

    વંટોળિયાનુ તાદ્રશ્ય વર્ણન . સાથે પ્રગ્નાજુ બેનનો પ્રતિભાવ પણ એટલોજ અનુરુપ.
    કાવ્યો ની સાથે સાથે મને તો પ્રગ્નાજુ બેનના પ્રતિભાવ વાંચવાની બહુજ મજા આવે છે .

  4. Girish Parikh said,

    January 15, 2019 @ 10:33 AM

    સુંદર અંગ્રેજી કાવ્ય. એટલો જ સુંદર અનુવાદ અને રસાસ્વાદ. ધન્યવાદ વિવેકભાઈ.
    પવન વિશે મારું એક ગીતઃ

    કોણે દીઠો છે પવન ?
    કોણે દીઠો છે પવન, હે દોસ્તો !
    કોણે દીઠો છે પવન ?
    નથી દીઠો મેં પવન, હે દોસ્તો !
    તમે ના દીઠો પવન.

    જ્યારે માથાં નમાવે ઝાડો, હે દોસ્તો !
    માથાં નમાવે ઝાડો;
    ત્યારે સમજો વાયે છે પવન, હે દોસ્તો !
    આનંદે તાળીઓ પાડો.

    જ્યારે ફરકે મંદિરની ધજા, હે દોસ્તો !
    ફરકે મંદિરની ધજા;
    ત્યારે માણો પવનની મજા, હે દોસ્તો !
    માણો પવનની મજા.

    જ્યારે આકાશે ઝંડો લહેરાય, હે દોસ્તો !
    આકાશે ઝંડો લહેરાય;
    ત્યારે લહેરો પવનની વાય, હે દોસ્તો !
    લહેરો પવનની વાય.

    કોણે દીઠો છે પવન, હે દોસ્તો !
    કોણે દીઠો છે પવન ?
    નથી દીઠો મેં પવન, હે દોસ્તો !
    તમે ના દીઠો પવન.

    (આ ગીતની કેટલીક પંક્તિઓ એક અંગેજી પાઠ્યપુસ્તકમાંના બાળગીતને આધારે રચી છે.)

  5. Neekita said,

    January 15, 2019 @ 12:54 PM

    ઈસ્વીસન ૨૦૦૭ થી કેટલાય બ્લોગ ઉપર પ્રજ્ઞાજુ ના પ્રતિભાવ ( અસંખ્ય) વાંચ્યા છે ; અતિશય કંટાળા જનક … પણ , આ કાવ્ય અને તેનો ગુજરાતી અનુવાદ અતિ – આનંદ જનક. ડો. વિવેક ટેલર નો અનુવાદ ઓરિજિનલ રચના કરતા પણ વધારે સારો આસ્વાદ કરાવે છે. બ્રાવો , કીપ ઈટ અપ , ડોક્ટર . તમારી મહેનત અને ટેલેન્ટ આ અનુવાદ માં પ્રાણ પૂરે છે.

  6. pragnaju said,

    January 17, 2019 @ 9:20 AM

    મા સુ શ્રી નીકિતાજી
    આપનો સચોટ સત્ય પ્રતિભાવ ‘ઈસ્વીસન ૨૦૦૭ થી કેટલાય બ્લોગ ઉપર પ્રજ્ઞાજુ ના પ્રતિભાવ ( અસંખ્ય) વાંચ્યા છે ; અતિશય કંટાળા જનક ‘ ગમ્યો.
    યાદ આવે – રવિ
    ‘મૈંસચ કહુંગી મગર ફીર ભી હાર જાઉંગી
    વો ઝૂટ બોલેગા ઔર લા-જવાબ કર દેગા.’ કારણે સત્ય કહેવાતું નથી કારણ તેને સ્વીકારવાનું, સમજવાનું કે તેનું કારણ જાણવાનું આપણને ફાવતું નથી
    ‘ કંટાળાજનક ‘ વાતે… તમે એક આધ્યાત્મિક માર્ગ માંથી બીજા આધ્યાત્મિક માર્ગ મા જાવ, ત્યારે સાધના કંટાળા જનક લાગે છે.ધ્યાન મા પણ કંટાળોં આવે છે.હવે કરવું શું?ક્યાં જવું?આરામ ક્યાં છે?આશ્વાસન કયા?શાંતિ ક્યાં? ત્યારે કહેવામા આવે કે
    થોડું રોકાવ અને આરામ કરો.
    વાત અહીં પણ યોગ્ય લાગે છે

  7. Vineshchandra chhotai said,

    January 18, 2019 @ 5:30 AM

    પવન જીવન મધયે.અઞતય ધરાવે.છે

  8. વિવેક said,

    January 18, 2019 @ 7:07 AM

    પ્રતિભાવનાર તમામ મિત્રોનો આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment