ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પિછાન હતી, કોણ માનશે?
‘શૂન્ય’ પાલનપુરી

નામ સૂરત – ભગવતીકુમાર શર્મા

આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સૂરત ;
આંખ છે તાપી નદી ને એના જળનું નામ સૂરત.

જન્મથી, સદીઓથી મારાં અન્નજળનું નામ સૂરત;
મારા લોહીમાં ભળેલી એક પળનું નામ સૂરત.

આવ, ખેડી નાખ મારી છાતીનાં ડાંગરવનોને;
એક અણિયાળા છતાં મહેક્ન્ત હળનું નામ સૂરત.

વ્રજ વાહલું છે મને, વૈકુંઠમાં શું દોડી આવું?
રાધિકા શો હું ભ્રમર છું, મુજ કમળનું નામ સૂરત.

પાઘ રાતી, પાસ પુસ્તક, તર્જની લમણે ધરેલી ;
લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સૂરત.

-ભગવતીકુમાર શર્મા

આજે ક્રિસમસના દિવસે આજેબાજુ આખું ન્યુયોર્ક ઝળહળ ચમકી રહ્યું છે. આ રંગો અને રોશની જોવાને દૂર દૂરથી લોકો અહીં ઉમટે છે. આ બધી ઝાક્ઝમાળની વચ્ચે અમારા જેવા બેવતન લોકોને પોતાનું શહેર યાદ આવે છે. સુરતમાં જન્મીને, સુરતમાં જ છેલ્લા શ્વાસ સુધી જીવવાના સદભાગી ભગવતીકુમાર શર્માનો સુરતના નામે આ લવ-લેટર છે. ભગવતીકુમાર સુરતને માશૂકાની જેમ કેવા લાડ લડાવે છે એ જુઓ. અમારા જેવા NRS (એટલે કે નોન-રેસિડન્ટ સુરતી) લોકો માટે તો આ નકરો નશો છે!

4 Comments »

  1. pragnaju said,

    December 26, 2018 @ 7:19 AM

    મા ડો ધવલભાઇએ અમારા મનની વાત કહી-‘સુરતમાં જ છેલ્લા શ્વાસ સુધી જીવવાના સદભાગી ભગવતીકુમાર શર્માનો સુરતના નામે આ લવ-લેટર છે. અમારા માટે તો આ નકરો નશો છે!’
    આરબોએ ૧૨૨૫માં રાંદેર પર સત્તા સ્થાપ્યા પછી વેપારી પ્રવૃત્તિના સંદર્ભે સૂરતના સંપર્કમાં આવ્યા ત્યારે સૂરત શબ્દનું એકત્વ કુરાનના અધ્યાય ‘સૂરત’ સાથે જણાતાં તેમણે સૂરત નામ અપનાવી લીધું . જૈન વિદ્વાનોએ તેને સાંસ્કૃતિક નામ આપીને સૂર્યપુર કર્યું કેટલાક વિદ્વાનોએ સૂરત શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ સૂર્યપુરમાંથી થઈ એવો મત રજૂ કર્યો છે. પ્રખર ભાષા શાસ્ત્રી કેશવરામ શાસ્ત્રીએ ‘સૂર્યપુત્રી’ ઉપરથી ‘સૂરતી’ વ્યુત્પન્ન થયું એવો તર્કસંગત મત રજૂ કર્યો તાપી સૂર્યપુત્રી ઉત્તરકાંઠે તો સૂર્યપત્ની રત્ના રાંદેર તો દક્ષિણકાંઠે પણ સૂર્ય કે સૂર સાથે સંબંધ ધરાવતી નગરી
    આવ, ખેડી નાખ મારી છાતીનાં ડાંગરવનોને;
    એક અણિયાળા છતાં મહેક્ન્ત હળનું નામ સૂરત

  2. praheladbhai prajapati said,

    December 26, 2018 @ 5:33 PM

    સુન્દર્

  3. ધવલ said,

    December 26, 2018 @ 9:51 PM

    આ બધી માહિતી તો મને આટલા વર્ષ સુરતમાં કાઢયા પછી પણ ખબર નહોતી 🙂

  4. Rajesh said,

    December 26, 2018 @ 10:37 PM

    મારી વિનંતી છે કે મારે લયસ્તરમા કવિતા કઇ રીતે લખવી તે જણાવશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment