એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…
– વિનોદ જોષી

જીવન-મરણ છે એક – મરીઝ

જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

. મરીઝ

મરીઝની બહુ જાણીતી ગઝલ આજે યાદ આવી. આમ તો બધા જ શેર સરસ છે. પણ ગઝલ યાદ આવવાનું કારણ ‘હદથી વધી જઈશ તો …’ એ શેર છે. બિંદુને સુક્ષમતા સાથ અનંતતા પણ મળેલી છે. જે એ સૂક્ષમતા જો ગુમાવી દે તો અનંતતા પણ ગુમાવી દે. પોતાની સીમાની પરખ રાખવી બહુ મોટી વાત છે.

5 Comments »

  1. pragnaju said,

    December 25, 2018 @ 9:04 AM

    સરસ ગઝલ

    બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું…. મરીઝજી શિવ-જિવની વાત તો નથી કરતાને ?

    મા ધવલજીની વધુ સ રસ રસદર્શન-‘ ‘હદથી વધી જઈશ તો …’ એ શેર છે. બિંદુને સુક્ષમતા સાથ અનંતતા પણ મળેલી છે. જે એ સૂક્ષમતા જો ગુમાવી દે તો અનંતતા પણ ગુમાવી દે. પોતાની સીમાની પરખ રાખવી બહુ મોટી વાત છે.’

    ધન્યવાદ

  2. praheladbhai prajapati said,

    December 25, 2018 @ 11:49 AM

    સુપેર્બ્

  3. Jay Thakar said,

    December 25, 2018 @ 2:01 PM

    મરીઝ બિંદુના ઉલ્લેખથી શિવની વાત કરે છે. બિંદુ શિવનું પ્રતિક છે. મરીઝ પોતાને જિવ તરીકે શિવનો અંશ માને છે. અને આ સાથે તેથી જ પોતાને અનંત માને છે. અહમ બ્રહ્માષ્મિ કહેનારા અને સમજનારા આ કવિ તો કાળને નાથનારા છે! એમની દ્રષ્ટિ દિર્ઘ છે.

  4. vimala said,

    December 25, 2018 @ 3:31 PM

    “હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
    બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.”

  5. Amish Shah said,

    December 26, 2018 @ 6:55 AM

    આ ગઝલ આપ જગ્ િત સિન્હ ન અવઝ મ સમ્ભલ્સો, બહુજ ગ્મસે લિન્ક ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment