(હોડી છે) – હર્ષા દવે
મૃગતૃષ્ણા ધરાર દોડી છે!
ઝાંઝવાંની દશા કફોડી છે!
ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!
સામસામે કિનારે હું ને તું,
આંખ દરિયો ને સ્વપ્ન હોડી છે!
ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!
મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!
– હર્ષા દવે
સાદ્યંત સુંદર રચના….
Dharmesh Bhadja said,
January 26, 2019 @ 4:01 AM
Wow… all the lines, beautiful. 👌🏻👌🏻👌🏻
Jaffer Kassam said,
January 26, 2019 @ 5:52 AM
મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!
Nashaa said,
January 28, 2019 @ 5:24 AM
‘મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે! ‘
હ્રદયસ્પર્શી !
જે કાંઈ છે તે આપવું જ છે – મોતને પણ !
લેવાની લાલસા છે જ નહીં !
અદભુત વિચાર !
Ksjal kanjiya said,
April 27, 2020 @ 8:27 AM
દી ખૂબ સરસ ગઝલ
Suresh 'Chandra' Rawal said,
May 9, 2020 @ 2:15 AM
આખી ગઝલ ચોટદાર પણ છેલ્લો શેર તો અદ્ભુત છે…
કારણ કર્મનું ભાથું ખૂટી જતાં અંતે તો ફૂટી કોડી જ રહે છે…
આ અંતિમ શેરમાં કવિયત્રી અધ્યાત્મનું મર્મ સમાજાવી જાયછે…