અછાંદસોત્સવ: ૦૪ : જેલ – મનીષા જોષી
જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું !
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે…
– મનીષા જોષી
અછાંદસ રચનાઓમાં એક સાંપ્રત-બળકટ પ્રતિભા એ મનીષા જોશી.
તેઓની મોટાભાગની રચનાઓની જેમ આ રચનાને પણ એક થી વધુ રીતે મૂલવી શકાય…..કાળની થાપટો ખાઈખાઈને સંવેદનહીન બની ચૂકેલો માંહ્યલો હોઈ શકે બરફની પાટ…..એક સામાજિક ચેતનાનું મૂર્ત સ્વરૂપ હોઈ શકે બરફની પાટ…..એક ચિત્ત, કે જેના પાર અસંખ્ય સંસ્કારો અમીટ છાપ છોડી જતા હોય છે તેવું ચિત્ત હોઈ શકે બરફની પાટ……જેવી જેની પ્રજ્ઞા…..
pragnaju said,
December 10, 2018 @ 10:20 PM
‘જેલ’ રચના ઘ્યાનાર્હ બની છે.
શીર્ષકથી જ જોકે ઘણું સૂચવાય છે.
‘જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું’ માં નારીના અસ્તિત્વને સમાજે ભૂંસી નાંખેલી ઓળખની વેદના પડઘા૫ છે. જીવનની વ્યર્થતા અને સામાજિક બંઘનોએ સંવેદન જડ બનાવી દીઘેલું મન ‘બરફની પાટ’ દ્વારા નિર્દેશાય છે. ઘણાં-ઘણાં સંઘર્ષ ૫છી હવે ગમે તેટલો તા૫ ૫ડે તો ય પીગળે નહીં એવું જડત્વ એમાં આવી ગયું છે હવે. નારી હૃદયનાં સંવેદનાનો સમાજ જે રીતે કચડી નાખે છે એ ૫છી નારીને ‘ સ્થિતપ્રજ્ઞ’ બન્યા વગર કોઇ આરો ઓવારો રહયો નથી હવે જેલરૂપી સમાજના કડક ચોકી-૫હેરા વચ્ચેનું જીવન નાયિકાને મન જીવન નથી. અહીં નારી સંવેદનાનો સબળ ઉન્મેષ ૫માય છે.
સુ શ્રી મનીષા ગુજરાતી સ્ત્રી-કવિયિત્રીઓની પરં૫રામાં પોતીકો સક્ષમ-સમર્થ અવાજ સિદ્ર કરે છે. એના ભાવજગતનુ ફલક ભલે બહુ મોટુ નહીં બલકે લગભગ નારીસંવેદનોથી ઘેરાયેલું છે ૫ણ એની ભાવ મુદ્રાઓ એની આ અછાંદસ રચનાઓમાં વિચક્ષણતાથી અંકિત થયેલી છે. એની કવિતા ભણીની ગતિ ઘીમી ૫ણ મકકમ-આશાસ્૫દ લાગી રહી છે. તેમના કાવ્ય ઉઘડેલી નારીચેતનાનો પ્રબળ આવિષ્કાર છે. અછાંદસ રચનાઓમાં નારીજીવનનાં વિવિઘ સંવેદનો સ્હેજ ૫ણ મુખર થયા વિના પ્રગટયા છે. નારીવાદના કોઇ બોલકા નારા અહીં સંભળાતા નથી. છતાં નારીહદયનો ૫રં૫રાગત રૂઢિઓ અને પુરુષપ્રઘાન સમાજ સામેનો આક્રોશ કલામાં રસાઇને જન્મે છે જેમાં નારીનાં ર્દઢ મનોબળની અને સ્વતંત્રતાની લાગણી સ્થાપિત થાય છે.
અમારા સુ શ્રી જયશ્રીબેનને ટહુકા માટે શુભેચ્છાઓ વીડીયો માણો
Poet Manisha Joshi wishing on tahuko 10th Anniversary – YouTube
Video for Manisha Joshi poems▶ 0:31
May 24, 2016 – Uploaded by Jayshree Bhakta
Poet Manisha Joshi wishing on tahuko 10th Anniversary. Jayshree Bhakta. Loading… Unsubscribe from
વિવેક said,
December 11, 2018 @ 1:14 AM
પુરુષપ્રધાન સમાજની જેલમાં કડક ચોકીપહેરામાં બંધ સ્ત્રીમાનસની વાત હોય એવું વધુ પ્રતીત થાય છે… રોજ રોજ નવી ઇચ્છાઓ જન્મે છે, પણ એ ઇચ્છાઓના નસીબમાં કાયમ ફરજિયાત દમ તોડવાનું જ લખાયું છે. સ્ત્રી ઇચ્છા કરે એ પણ એક ગુનો અને આ મરતી જતી ઇચ્છાઓના ગુનાઓનો બોજ પણ રોજેરોજ એનામાં સમાતો જાય છે. બરફને પીગળવાનો અધિકાર છે પણ સ્ત્રીસંવેદનાને પીગળવાનો અધિકાર નથી, એના નસીબમાં તો પુરુષના રુક્ષ સ્વભાવ જેવા બૂટમાંના માલિકીભાવની ખીલીઓ વડે ઉઝરડાવાનું જ લખાયું છે… અહલ્યા શલ્યા બની ગઈ છે…
Nashaa said,
December 12, 2018 @ 8:22 AM
ऐ सुख तू कहाँ मिलता है
क्या तेरा कोई स्थायी पता है
क्यों बन बैठा है अन्जाना
आखिर क्या है तेरा ठिकाना।
कहाँ कहाँ ढूंढा तुझको
पर तू न कहीं मिला मुझको
ढूंढा ऊँचे मकानों में
बड़ी बड़ी दुकानों में
स्वादिस्ट पकवानों में
चोटी के धनवानों में
वो भी तुझको ढूंढ रहे थे
बल्कि मुझको ही पूछ रहे थे
क्या आपको कुछ पता है
ये सुख आखिर कहाँ रहता है?
मेरे पास तो दुःख का पता था
जो सुबह शाम अक्सर मिलता था
परेशान होके रपट लिखवाई
पर ये कोशिश भी काम न आई
उम्र अब ढलान पे है
हौसले थकान पे है
हाँ उसकी तस्वीर है मेरे पास
अब भी बची हुई है आस
मैं भी हार नही मानूंगा
सुख के रहस्य को जानूंगा
बचपन में मिला करता था
मेरे साथ रहा करता था
पर जबसे मैं बड़ा हो गया
मेरा सुख मुझसे जुदा हो गया।
मैं फिर भी नही हुआ हताश
जारी रखी उसकी तलाश
एक दिन जब आवाज ये आई
क्या मुझको ढूंढ रहा है भाई
मैं तेरे अन्दर छुपा हुआ हूँ
तेरे ही घर में बसा हुआ हूँ
मेरा नही है कुछ भी मोल
सिक्कों में मुझको न तोल
मैं बच्चों की मुस्कानों में हूँ
हारमोनियम की तानों में हूँ
पत्नी के साथ चाय पीने में
परिवार के संग जीने में
माँ बाप के आशीर्वाद में
रसोई घर के महाप्रसाद में
बच्चों की सफलता में हूँ
माँ की निश्छल ममता में हूँ
हर पल तेरे संग रहता हूँ
और अक्सर तुझसे कहता हूँ
मैं तो हूँ बस एक अहसास
बंद कर दे मेरी तलाश
जो मिला उसी में कर संतोष
आज को जी ले कल की न सोच
कल के लिए आज को न खोना
मेरे लिए कभी दुखी न होना
मेरे लिए कभी दुखी न होना
બ્રિજેશ પંચાલ said,
December 14, 2018 @ 9:42 PM
વિદ્રોહી અછાંદસ… અદભૂત