અછાંદસોત્સવ: ૦૫ : હું તને પ્રેમ કરું છું – અનામી [અંગ્રેજી] – અનુવાદ: જગદીશ જોષી
હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
– અનામી [અંગ્રેજી]
– અનુવાદ: જગદીશ જોષી
કવિશ્રીના જ શબ્દોમાં – ” મને તો આ કૃતિ નખશિખ ગમે છે કારણ કે એમાં સચ્ચાઈનો રણકો છે. સાદગીની શોભા છે અને વહાલની વેધકતા છે. એક જ વાક્યમાં કહીએ તો એ મૈત્રીનું ઉપનિષદ છે. ”
વધુ કશું બોલવું જરૂરી નથી – હા, માત્ર અલ્પ ફેરફાર કરીએ તો આ જ વાત પ્રેમ અને લગ્ન [સાચા અર્થમાં લગ્ન – બે હૈયાનું આધ્યાત્મિક અને દૈહિક ઐક્ય]ને પણ સચોટ લાગુ પડે છે……
Pravin Shah said,
December 12, 2018 @ 6:43 AM
સાન્ગો પાન્ગ બરાબર !
ધવલ said,
December 12, 2018 @ 8:01 AM
સરસ !
pragnaju said,
December 12, 2018 @ 8:17 AM
સુંદર રચનાનો વધુ સુંદર અનુવાદ
મા શ્રી ડૉ તીર્થેશભાઇએ રચનાની શરુઆત ના શબ્દો નથી મૂક્યા , કદાચ કાંઇ કારણ હશે . પણ અમને હે, મિત્ર!
– થી માણવું ગમે છે. આ આપણે કોઈકના મિત્ર છીએ – એનો રાજીપો ઊજવવાની રચના છે!
કવિશ્રીના શબ્દો મા મૈત્રીનું ઉપનિષદવારંવાર માણવાનું મન થાય – ચિતસ્થ થાય. મૈત્રી એ તો મિજાજ છે, જેવા છીએ એવા એકબીજાને સ્વીકારી લેવાનું, … જ્યાં આપણે ‘ખૂલવા’ માટે રાહ જોવી પડતી નથી. ખુલ્લું- ખડખડાટ-બેધડક-બેફામ, ખભો થાબડીને કે ખભા ઉપર ગુંબો મારીને બધું જ કહી શકાય છે અમારા સુરતી મીજાજે ગાળ પણ દેવાય ! તે મિત્ર છે.શ્વાસ જેટલો સાચો મિત્ર આપણો બીજો કોઈ નથી… ‘ જીવનના હકારની આ રચના મિત્રનો આભાર માનવા માટે નહીં, મૈત્રીનો આનંદ ઊજવવાની રચના છે
આપના રસાસ્વાદ પ્રમાણે ‘બે હૈયાનું આધ્યાત્મિક અને દૈહિક ઐક્ય’ નું અમારી ઉંમરે સદી ગયેલું સપનું પણ આપણું મિત્ર જ છે…! સાતમો ફેરે – એકબીજાના મિત્રો બનીને રહેવાનુ વચન… તમે એકબીજાને ખૂબ પ્રેમ કરો છો, તમારા જીવનસાથીને મિત્ર બનાવોતો જીવન વધુ સરળ અને સુંદર બની જાય છે.
Hema Patel said,
December 19, 2018 @ 12:16 PM
This english poem is written by Roy Croft.
વિવેક said,
December 20, 2018 @ 1:14 AM
@ હેમા પટેલ:
આપ એ કવિતા અહીં પૉસ્ટ કરી શકો?
આભાર…