એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.
વિવેક મનહર ટેલર

(ખેરાત વાગે છે) – જુગલ દરજી

‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.

ગતિથી અળગા થઈને સહેજ શું થંભી ગયા વચમાં,
હવે ઠોકરની જગ્યાએ આ યાતાયાત વાગે છે.

કશુંક આવીને મારામાં ધૂણે છે કંઈક સદીઓથી,
કે ભીતર ડાકલા ઝીણા દિવસ ને રાત વાગે છે.

નગારા, ઘંટ, મંજીરા, પૂજારી, શંખ ને ઈશ્વર,
સજીવન થઈ ઊઠે ઘડિયાળમાં જ્યાં સાત વાગે છે.

ઉપરથી આભ વરસે છે, ઉપરથી આપ વરસો છો
આ છાંટાથી વધારે તો તમારી વાત વાગે છે.

જરા જો શ્વાસમાં આવી ભળે તરણેતરી મેળો,
આ પાવા જોડમાં આખું પછી ગુજરાત વાગે છે.

ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.

– જુગલ દરજી

ગઝલનું સામાન્ય જનમાનસ સુધી પહોંચવું કદાચ મુશાયરાઓ વિના સંભવ જ નહોતું પણ એ જ મુશાયરાઓએ ગઝલને જે ક્ષતિ પહોંચાડી છે અને કવિતાના સ્તરના કથળવામાં જે દુસ્સહાય કરી છે એ આજે અસહ્ય બન્યું છે. અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે. આવા મજાના મત્લાથી શરૂ થતી આખી ગઝલ જો કે એવી મજાની થઈ છે કે કવિના મત્લાને બાજુએ મૂકીને પણ અહાહા, વાહ, દોબારા, ક્યા બાત કહેવાનું મન થઈ જાય…

8 Comments »

  1. Bharat vaghela said,

    January 3, 2019 @ 3:11 AM

    વાહ…. ખેરાત … કા જવાબ નહી…

  2. suresh shah said,

    January 3, 2019 @ 4:13 AM

    ખરેખર દાદ્દ માગી લે છે.

    આસ્વાદ કરાવવા માટે આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર્

  3. Rasila Kadia said,

    January 3, 2019 @ 4:21 AM

    તરણેતરનો મેળો અન્દ જોડીયો પાવો – વાહ મઝા આવી ગયી.

  4. pragnaju said,

    January 3, 2019 @ 8:00 AM

    વાહ સ રસ ગઝલ
    અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં,
    કવિતાનું શોષણ કરે છે. ત્યારે
    યાદ આવે મા હરિન્દ્રજી
    આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
    ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
    લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
    કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
    વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
    સાવ અણચિંતવી દાદ કોક આવે.
    આવી દાદ ખેરાત લાગતી નથી

  5. vimala said,

    January 3, 2019 @ 3:09 PM

    “અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે.”

  6. vimala said,

    January 3, 2019 @ 3:11 PM

    “અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે.” ખરી વાત્….

  7. રાહુલ તુરી said,

    August 9, 2019 @ 2:44 AM

    વાહ..માસ્તર..સુંદર રચનાઓ..

  8. Kajal Kanjiya said,

    April 27, 2020 @ 8:47 AM

    ખરેખર મસ્ત ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment