ન્હાઈ ધોઈને….- ચિનુ મોદી
હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને
એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને
એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને
અમને જીવાડવા તો એ રાજીનો રેડ છે
તારા વગર શું હોઈ શકું હોઈ હોઈને
‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.
-ચિનુ મોદી
હું તો પહેલો શેર વાંચીને જ ખુશ ખુશ થઇ ગયો…….
Pravin Shah said,
October 24, 2018 @ 8:41 AM
હુ’ તો મોહી પડ્યો આ ગાઇ ગાઇ નૅ !
kantilal sopariwala said,
June 23, 2024 @ 9:57 AM
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી……
ખુબજ સુંદર ભાવ અભીવ્યક્તી નરસિંહ મહેતા ના શબ્દો માં
આત્મ તત્વ ની ઓળખાણ જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી
ઈશ્વર અને માનવી નું ઘણું અંતર છે આમતો સોળ આગળ દૂર છે
ઈશ્વર પણ એને ઓળખવામાં હજારો વર્ષ લાગી જાયછે અને આત્મજ્ઞાન
આંતરિક વસ્તુ છે બાહ્ય વસ્તુ નથી માનવી તો બસ ઈશ્વર ને મનાવવા નો
પૃથ્વી પર અભીનય જ કર્યા કરેછે