એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.
બેફામ

(ટકોરા પડે છે) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ઘણી વાર દ્વારે ટકોરા પડે છે,
હવાના નથી ને એ જોવા પડે છે.

વધુ પડતા જ્ઞાની થવાથી તો માણસ
સ્વયંમાં જ ક્યારેક ખોટા પડે છે.

ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.

હવેના સંબંધો વિશે તો છે એવું,
જરૂરતના ટાણે જ મોળા પડે છે.

તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.

કરે વાત ‘વેદાંત’ ચુંબનની જ્યારે,
આ ભમરા બધા કેમ ભોંઠા પડે છે?

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

સરળ… સહજ… અને સાદ્યંત આસ્વાદ્ય.. પરંપરા અને આધુનિક ગઝલ -એમ બંને રંગોનું મજાનું સાયુજ્ય અહીં જોવા મળે છે…

3 Comments »

  1. ડૉ.મનોજ જોશી 'મન' (જામનગર) said,

    November 16, 2018 @ 11:03 AM

    વાહ…આ જ જમીન પર મેં ઉગાડેલી ગઝલ યાદ આવી ગઈ !

    સમજ,શ્વાસ કાં યત્ન ઓછા પડે છે,
    સતત દાખલાં સાવ ખોટા પડે છે.

    જીવન છે, તો જીવનની રીતે ગણોને !
    ગણિતનાં નિયમ રોજ ભોંઠા પડે છે !

    મરણ નામનો પ્રશ્ન તો સાવ સહેલો,
    જીવનનાં સવાલે જ લોચા પડે છે !

    ગમે તે દિશામાં પછી વાળી શકશો,
    ‘વિચારો’ સમય સાથે પોચા પડે છે !

    અહીં ક્યાંય ફાંટા ન દેખાશે તમને,
    અહીં માર્ગ મનથી જ નોખા પડે છે !

    ~ ડૉ.મનોજ જોશી ‘મન’
    ( જામનગર )
    ‘ભીતરના અવાજો’ (2012) માંથી.

  2. preetam lakhlani said,

    November 16, 2018 @ 11:19 AM

    મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કંઈ ડૂસકાં,
    અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
    નયન દેસાઈ

  3. Dr Sejal said,

    January 6, 2020 @ 5:57 AM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment