હતા અમે – આશ્લેષ ત્રિવેદી
ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે
શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે.
થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં,
ચારે તરફથી એની નજરમાં હતા અમે.
નાહક રહ્યા છો ગોતી હવે કાટમાળમાં,
તૂટેલ કાંગરાની ભીતરમાં હતા અમે.
પૂછ્યું નહીં જ હોય કશું કોઈને તમે
નહીંતર તો દોસ્ત એ જ નગરમાં હતા અમે.
એક નામના અભાવે ધકેલાયા દર-બ-દર
ખાલી ગણ્યું તમે એ કવરમાં હતા અમે.
એને અમારી યાદ કદી સંભવે જ કેમ?
અણજાણ માછલીના ઉદરમાં હતા અમે.
કાંઠે ઊભીને પ્યાસ તમે તો બૂઝાવતા
ખળખળ જતી નદીની લહરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી
નખશિખ ઉમદા રચના…
praheladbhai prajapati said,
November 30, 2018 @ 5:04 AM
nice
SARYU PARIKH said,
November 30, 2018 @ 9:03 AM
સરસ રચના,
પૂછ્યું નહીં જ હોય કશું કોઈને તમે
નહીંતર તો દોસ્ત એ જ નગરમાં હતા અમે….વિશેષ ગમી
vimala said,
November 30, 2018 @ 3:57 PM
“થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં,
ચારે તરફથી એની નજરમાં હતા અમે.
પૂછ્યું નહીં જ હોય કશું કોઈને તમે
નહીંતર તો દોસ્ત એ જ નગરમાં હતા અમે.
એક નામના અભાવે ધકેલાયા દર-બ-દર
ખાલી ગણ્યું તમે એ કવરમાં હતા અમે.”
સર્વાંગ સુંદર રચના,
Vineshchandra chhotai said,
December 6, 2018 @ 8:53 AM
આજ જોરદાર. રમત.શબદોની.દુનિયાની
Vipul said,
December 8, 2018 @ 11:24 AM
Wah sundar Rachana