જનારા વિહંગમે…..- રઘુવીર ચૌધરી
આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.
આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.
મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.
ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.
મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
– રઘુવીર ચૌધરી
maturity સ્વયંસ્પષ્ટ છે !!
SARYU PARIKH said,
October 2, 2018 @ 9:42 AM
મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે….વાહ!
vimala said,
October 2, 2018 @ 11:34 PM
“આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.” વાહ! વાહ!…..
vimala said,
October 2, 2018 @ 11:44 PM
“આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.” વાહ!વાહ!….
G K Mandani said,
October 4, 2018 @ 4:32 AM
Last pankti ma… kholi ni jagya e khaali joie
G.K.Mandani said,
October 4, 2018 @ 4:36 AM
Last pnkti ma…kholi ni jagya e khaali joie.