નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.
મરીઝ

જગન રેપ કર – ઉત્પલ વી.બી. (મરાઠી) (અનુ.: રાજુલ ભાનુશાલી)

જગન રેપ કર.
આવું જગનને કોઈ કહેતું નથી.
જગન જાતે જ રેપ કરે છે.

શાળાએ ગયેલો, ન ગયેલો, એમબીએ થયેલો, ન થયેલો, ફેસબુક પર હોય એવો જગન, ફેસબુક પર ન હોય તેવો જગન.. જગનના આવા ઘણાય પ્રકાર છે.
એ બધા જ રેપ કરી જાણે છે.

જગન બાકીના સમયે કદાચ સારા માણસોમાં ગણાતો હશે.
પણ તે કમળા પર નજર રાખે છે, અને મોકો મળતાં જ એને પીંખી નાખે છે.
છેલ્લે ઘાતકી રીતથી મારી પણ નાખે છે.
જગન ખરાબ છે. અત્યંત ખરાબ.

એ બધા ખરાબ જગનોમાંથી એક કેસ આ જગનનો છે.
આ કેસમાંના જગનને બીજા જગનોની જેમ જ પંદર-સોળ વર્ષે પહેલીવાર ઇરેક્શન થયું.
કમળાને ઋતુસ્ત્રાવ શરૂ થયો એના બે’એક વર્ષ પછી.

ઇરેક્શન થાય ત્યારે શું કરવું જોઈએ તે જગનને એના માતાપિતાએ સમજાવ્યું નહોતું.
કારણ એમને એવી વાતો કરતાં સંકોચ થતો હતો.
કમળાને માસિક આવ્યું કે તરત માએ એને શું કરવું અને કેમ કરવું એ સમજાવ્યું.
પણ જગનને ઇરેક્શન થાય ત્યારે શું કરવું એ તેના પિતા સમજાવતા નથી.
કારણ એમને પણ કોઈએ સમજાવ્યું નહોતું.

પિતાના પિતાએ એકવાર એમને ઉઘાડી સ્ત્રીઓના ફોટાવાળું પુસ્તક વાંચતા પકડી પાડેલા પછી ખૂબ માર મારેલો.
પણ ઇરેક્શનનું શું કરવું એ સમજાવ્યું નહોતું.
પિતાએ પોતે ત્રીસેક વર્ષ પહેલા હેલનને નાચતી જોઈને હસ્તમૈથુન કરેલું.

હવે તો નાચની પણ ખૂબ પ્રગતિ થઈ ગઈ છે.
જગનની સામે ઘણી સ્ત્રીઓ નાચે છે. મલ્લિકા, મુન્ની, શીલા વગેરે વગેરે..

કેમેરો એ નાચનારીઓના અંગેઅંગ પર ફરી વળતો હોય છે.
કારણ એનેય ખબર છે કે જગનને આવું બધું જોવાનું ગમશે.
અને કેમેરા પાછળની વ્યક્તિઓને મળશે પૈસા. અઢળક પૈસા.
આવા અનેક જગન તૈયાર કરવા એ જ એમનો ધ્યેય છે.
હશે.

વાંક જગનનો છે.
તે પછી હસ્તમૈથુન કરે છે.

એકવાર મા જોઈ ગઈ અને એણે જગનના પિતાને કહી દીધું.
પિતાએ આ વાત માટે નાનપણમાં ઢોરમાર ખાધો હતો.
એટલે-
એમણે જગનને પણ ઢોરમાર માર્યો.
પણ માર ખાવાથી ઇરેક્શન અટકતા નથી.
એટલે જ જગન ફરી નાચ જુએ છે, ઉઘાડી સ્ત્રીઓના ફોટા આવતા હોય એવા પુસ્તકો વાંચે છે, બ્લુ ફિલ્મ જુએ છે.
અને,
હસ્તમૈથુન કરે છે.

આપણી પરંપરાઓ બહુ જ ઉમદા છે.
એમનો જયજયકાર થજો.

પરંપરા આપણને શીખવે છે કે લગ્ન પહેલા સંભોગ વર્જ્ય છે.
લગ્ન સુધી ધીરજ ધરવી અને પછી બધી જ કસર એકસાથે પૂરી કરી લેવી. એમાં જરાય વાંધો નથી.
એટલે કે લગ્નની પ્રથમ રાત્રિએ ભલે નવવધુને તકલીફ થાય, પીડા થાય.. કશો વાંધો નહીં!
પણ ત્યાં સુધી સ્ત્રીનું કૌમાર્ય અખંડ રહેવું જોઈએ.
જગન લગ્ન થાય ત્યાં સુધી નગ્ન સ્ત્રીઓના ફોટા જોતો બેસી રહે છે.

આમ તો પેલા પુસ્તકોમાં જેમના નગ્ન ફોટા છપાતા એ સ્ત્રીઓને ખરાબ ગણવામાં આવતી.
કારણ એ બધીઓ જગનને બગાડે છે
પણ જગનને તો એ બધીઓ બહુ જ ગમે.
એમના કારણે જ તો એને પોતાના ઇરેક્શનથી છૂટકારો મળે છે અને થોડા દિવસ સુધી રાહત થઈ જાય છે.

ફક્ત થોડાક દિવસ –
કાયમ માટે એવું થતું નથી.
પછી એક તબક્કે જગનને થાય છે કે હવે તો સ્ત્રી જોઈએ જ..
અને એ પેલી કમળાને ‘સ્ત્રી’ તરીકે જોતો થઈ જાય છે.

આખરે એક દિવસ કમળાને ઝડપી લે છે.
જગનનું રુપાંતર જાનવરમાં થઈ જાય છે.
દુર્ભાગ્યે જગન પુરુષ છે.

આપણી સંસ્કૃતિએ ઘણી પ્રગતિ કરી છે, પણ હજુ એની પાસે ઇરેક્શનનું શું કરવું એનો ઉત્તર નથી.
આ બધા અનુત્તર ઇરેક્શન સાથે એને પિતૃસત્તાકપણાનું શિક્ષણ મળે છે!

એટલે કે પિતા કુટુંબપ્રમુખ છે.
માનું સ્થાન એમની પાછળ.

જગન, તું છોકરો છે.
છોકરીની જેમ રડે છે શું?
જગન, જા જઈને તારા ભાઈબંધો જોડે રમ જોઈએ. અહિં છોકરીઓ વચ્ચે શું કરે છે!
જગન, છોકરીઓ તો ક્રિકેટમાં ચીયર ગર્લ્સ બને, રમે તો છોકરાઓ જ!
જગન, અહિં રસોડામાં શું લેવા ગુડાણો છે? રાંધવાનું કામ તારું નહીં.
તારે તો પ્લંબિંગ બ્લંબિંગ જેવું કશું શીખવું જોઈએ.
જગન, સ્ત્રીઓની બુદ્ધિ પાનીએ હોય છે, એ ઘરે રહે તે જ સારું.
જગન, તું મર્દ છે.
ખરી મર્દાનગી સ્ત્રીને જીતવામાં છે.
વગેરે..વગેરે..

એક તો આ ઇરેક્શન, અને એની ઉપર આ પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન.
જગન છેક બગડી ગયો છે.
એનું હિંસકપણું જાનવરને પણ સારા કહેવડાવે એટલું વકરી ગયું છે.

કમળાના મૃત્યુ પછી એની સખીઓ, એના માતાપિતા, આપણી પરંપરા બધાનો રોષ હદ બહાર વધી ગયો છે.
જગનને ફાંસી થવી જોઈએ એવી સહુની માંગણી છે.
ખરી વાત, જગનને ફાંસી થવી જ જોઈએ.
ફાંસી આપ્યા પછી જગન મરી જશે.
પણ,
એની અંદરનો નર બાકી રહી જશે.

કારણ નર અને માદા ક્યારેય મર્યા નથી અને ક્યારેય મરશે પણ નહીં.
નર ફરીથી હસ્તમૈથુન કરતાં કરતાં પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન લઈને મોટો થશે
અને,
માદા અનંતકાળ સુધી જેમ વાટ જોતી આવી છે એમ હજુ અનંતકાળ સુધી જોતી રહેશે.
શુભ સંભોગની.

– ઉત્પલ વી.બી. (મરાઠી)
(ગુજરાતી અનુવાદ: રાજુલ ભાનુશાલી)

આવી કવિતા આપણામાંથી કોઈએ ભાગ્યે જ વાંચી હશે. આ કવિતા બળાત્કારના મૂળ સુધીની યાત્રા છે. આ કવિતા આપણને બળાત્કારીઓના મનોપ્રદેશની જુગુપ્સાપ્રેરક મુસાફરીએ લઈ જાય છે. સભ્ય સમાજના સભ્ય નાગરિકો માટે આ કવિતા કદાચ ‘ખરાબ’ સાહિત્યનો ઉત્તમ દાખલો છે. પ્રતિબંધ પણ મૂકી શકાય. હસ્તમૈથુન અને ઇરેક્શન જેવા શબ્દો આ કવિતામાં ચણા-મમરાની જેમ વેરાયેલા છે પણ આપણે ત્યાં આટલા બધા બળાત્કાર કેમ થાય છે એની માનસિકતા અહીં સુપેરે છતી થાય છે.

જગન આ કવિતાનો નાયક છે પણ કવિ કાવ્યારંભે જ સ્પષ્ટ કરી દે છે કે આ જગન આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. દીકરીને પહેલવહેલી વાર માસિક આવે ત્યારે જે રીતે અભણ મા પણ એને ‘શું કરવું-શું ન કરવું’ની સમજ આપે છે, એ રીતે દીકરાને પહેલીવાર ઇરેક્શન થાય, કે વીર્યપાત થાય ત્યારે શું કરવું એની સમજ આપણે ત્યાં હજારમાંથી એકાદ પિતા પણ માંડ આપતા હશે, કેમકે એમને પણ એમના પિતાએ આવું કોઈ જ્ઞાન આપ્યું નથી. ઊલટું દીકરો પૉર્નોગ્રાફી જોતો કે હસ્તમૈથુન કરતો પકડાઈ જાય તો જઘન્ય અપરાધ કરી નાંખ્યો હોય એમ એની અભૂતપૂર્વ ધોલાઈ કરવામાં આવે છે, જેના પરિણામે પૉર્નોગ્રાફી, હસ્તમૈથુન, સ્વપ્નદોષ વગેરે મહાઅપરાધ હોવાની વાત મનમાં ઘર કરી જાય છે, પણ જીવનમાંથી દૂર કરી શકાતી નથી.

ટૂંકમાં, જે મનોવૃત્તિ ભૂખ-તરસ-ઊંઘ જેટલી જ સાહજિક છે, એનું અકુદરતી દમન કરવાની કોશિશ સ્ત્રીઓ પર બળાત્કારના સ્વરૂપે વમન પામે છે. ખજૂરાહો અને કામસૂત્રના દેશમાં સંસ્કૃતિ અને સભ્યતાના નામે જે દંભ વકર્યો છે, એના પરિપાકરૂપે આજે ભારતમાં લગભગ દર પંદર મિનિટે કોઈ એક ખૂણામાં કોઈ એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે, અને આ આંકડો તો સરકારી દફ્તરે નોંધાયેલો આંકડો છે. મોટા ભાગની સ્ત્રીઓ ફરિયાદ કરતી નથી એટલે સાચો આંકડો કેટલો મોટો હશે એની માત્ર કલ્પના જ કરી શકાય.

આ કવિતાનો અનુવાદ કરવાનું હિંમતભર્યું કામ એક કવયિત્રીએ કર્યું છે એ વાત પણ નોંધવા જેવી છે. આ બહાદુરી બદલ કવયિત્રી અઢળક અભિનંદનના હકદાર છે. ખાસ્સી લાંબી હોવાથી મૂળ મરાઠી કવિતા કમેન્ટ તરીકે નીચે મૂકી છે.

25 Comments »

  1. વિવેક said,

    January 16, 2020 @ 1:05 AM

    जगन रेप कर

    जगन रेप कर.
    असं जगनला कुणी सांगत नाही.
    जगन आपणहूनच रेप करतो.
    शाळेत गेलेला, न गेलेला, एमबीए केलेला, न केलेला, फेसबुकवर असलेला, नसलेला जगन असे जगनचे प्रकार आहेत.
    त्यातले सगळेच रेप करू शकतात.
    जगन इतरवेळी कदाचित चांगलाही असेल.
    पण तरी तो कमलवर पाळत ठेवून मोका मिळताच तिच्यावर झडप घालतो.
    आणि नंतर तिला अमानुषपणे मारूनही टाकतो.
    जगन वाईट आहे. भयानक वाईट.

    पण वाईट जगनपैकी एकाची एक केस आहे.

    या केसमधल्या जगनला इतर जगनसारखंच पंधरा-सोळाव्या वर्षी इरेक्शन आलं.
    कमलला न्हाण आलं त्याच्या एक-दोन वर्षांनंतर.
    इरेक्शन आल्यावर काय करायचं हे त्याला आई-बाबांनी सांगितलं नाही.
    कारण त्यांना त्याचा संकोच वाटायचा.
    कमलला पाळी आली की आई तिला काय करायचं ते सांगते.
    पण जगनला इरेक्शन आलं की काय करायचं हे बाबा त्याला सांगत नाही.
    कारण बाबालाही ते कुणी सांगितलं नव्हतं.
    बाबाच्या बाबाने त्याला एकदा नग्न बायकांची चित्रं असलेलं पुस्तक वाचताना पकडलं होतं आणि मारलं होतं.
    पण इरेक्शनचं काय करायचं हे सांगितलं नव्हतं.
    बाबाने तीसएक वर्षांपूर्वी हेलनला नाचताना बघून हस्तमैथुन केलं होतं.
    आता तर नाचाची खूप प्रगती झालीय. जगनपुढे आता खूप बायका नाचतात. मल्लिका, मुन्नी, शीला वगैरे सगळया.
    शिवाय कॅमेरा त्यांच्या शरीरावर फिरतो.
    कारण कॅमेऱ्याला हे माहीत आहे की जगनला ते आवडेल.
    आणि कॅमेऱ्याच्या मागच्या माणसांना खूप पैसे मिळतील.
    असे खूप जगन तयार करणं हे कॅमेऱ्याचं ध्येय आहे.
    पण ते असो.
    चूक जगनची आहे.

    जगनही मग हस्तमैथुन करतो.
    ते करताना एकदा आईने पाहिलं तर तिने भंजाळून जाऊन बाबाला सांगितलं.
    बाबाने मार खाल्ला होता, म्हणून त्याने जगनला पण मार दिला.
    पण मार खाऊन इरेक्शन थांबत नाही.
    म्हणून मग जगन पुन्हा नाच बघतो, संभोगचित्रांची पुस्तकं वाचतो, ब्ल्यू-फिल्म बघतो.
    आणि हस्तमैथुन करतो.

    आपली परंपरा फार थोर आहे.
    तिचा विजय असो.
    आपल्या परंपरेनं शिकवलं आहे की लग्नाआधी संभोग वाईट.
    त्यामुळे लग्नापर्यंत थांबून नंतर सगळी कसर भरून काढली तरी चालेल.
    म्हणजे पहिल्या रात्री बायकोला त्रास झाला तर चालेल.
    पण लग्नापर्यंत स्त्रीचं कौमार्य अबाधित राहिलं पाहिजे.
    त्यामुळे जगन नग्न बाईचे फोटो बघत थांबतो.
    शिवाय अशा नग्न बायकांना वाईट समजलं जातं.
    कारण त्या जगनला बिघडवतात.
    पण जगनला त्या आवडतात.
    कारण ज्याच्यामुळे इरेक्शनपासून सुटका मिळते ते जगनला चांगलं वाटतं.

    पण इरेक्शन कायमचं कधीच संपत नाही.
    जगनला आता ‘बाई’ हवीच असते.
    तो कमलकडे आता बाई म्हणूनच बघू लागतो.
    आणि एके दिवशी तिच्यावर झडप घालतो.
    जगनचं जनावर होतं.

    दुर्दैवाने जगन पुरूष आहे.
    संस्कृती प्रगत झाली तरी संस्कृतीकडे अजूनही इरेक्शनला उत्तर नाही.
    शिवाय इरेक्शनबरोबरच जगनला अजून एक महत्त्वाचं शिक्षण मिळतं.
    पुरूषसत्ताकतेचं.
    म्हणजे बाबा कुटुंबप्रमुख.
    आई त्यानंतर.
    जगन, तू मुलगा आहेस.
    मुलींसारखा रडतोस काय?
    जगन, तू मुलांच्यात बस बघू.
    मुलींबरोबर कसला बसतोस?
    जगन, मुली फक्त क्रिकेटमध्ये नाचण्यासाठी असतात.
    क्रिकेट खेळायचा असतो मुलांनी.
    जगन, स्वयंपाक तू नाही करायचास.
    पण तुला प्लंबिंग आलं तर चांगलं आहे.
    जगन, बायकांना डोकं जरा कमीच असतं.
    त्यामुळे त्यांनी शक्यतो घरीच बसावं.
    जगन, तू मर्द आहेस.
    बाईला जिंकणं यात मर्दानगी असते.
    वगैरे.

    आधीच इरेक्शन आणि त्यात पुरूषसत्ताकतेचं इंजेक्शन.

    जगन पार बिघडून गेलाय.
    त्याच्यातला हिंस्त्रपणा जनारांनी लाजावं इतका वाढलाय.

    कमलच्या मृत्यूनंतर तिच्या मैत्रिणी, आई-बाबा आणि परंपरा सगळ्यांनाच जगनचा प्रचंड राग येतो.
    त्याला फाशी द्यावी असं वाटतं.
    जगनला फाशी जरूरच द्यावी.
    त्याने जगन नक्की मरेल.
    पण नर उरेल.

    कारण नर आणि मादी कधीच कायम मेलेले नाहीत. अजूनही मरत नाहीत.

    नर पुन्हा हस्तमैथुन करत वाढेल आणि पुरूषसत्ताकतेचं इंजेक्शन त्याला दिलं जाईल.

    आणि मादी पुन्हा अनंतकाळ पहात असलेली वाट पहात राहील.
    शुभंकर संभोगाची.

    – Utpal VB

  2. Kavita shah said,

    January 16, 2020 @ 1:12 AM

    રાજુલ ભાનુશાલી કવિસખી ભારોભાર સરાહના ના અધિકારી છે ગુજરાતી અનુવાદ બદલ..
    જેના થકી ગુજરાતી ભાવક સમક્ષ આવી..
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  3. Rina said,

    January 16, 2020 @ 1:19 AM

    Thank you Rajul ……

  4. Dr. Rajal Sukhiyaji said,

    January 16, 2020 @ 1:30 AM

    તદ્દન સાચી વાત ! ખૂબ જ સુંદર અનુવાદ.

  5. Aasifkhan said,

    January 16, 2020 @ 1:30 AM

    Raajulbhaai
    Saras anuvad
    Vaah vaah

    Utpalbhaai khub saras

    Aavi kavita ahi mukva badal vivek bhaai ne y abhinandan

  6. દીપલ ઉપાધ્યાય said,

    January 16, 2020 @ 1:34 AM

    ઉત્તમ રચના, અને કટુ ‌સત્ય અતિઉત્તમ અનુવાદ!

  7. Dilip Chavda said,

    January 16, 2020 @ 1:37 AM

    Just awesome
    And true and harsh reality of our culture
    First time I have read the bold topic with such a nice
    Description

    About the poem I should say all the parents should not only read but imply the thoughts of the poem in their family

    Hat’s off off to the poet and translator

  8. Poonam said,

    January 16, 2020 @ 3:06 AM

    कारण बाबालाही ते कुणी सांगितलं नव्हतं… sataak 👌🏻
    Aage se chali aa rahi He…
    Anuvaad 👌🏻

  9. કિશોર બારોટ said,

    January 16, 2020 @ 3:53 AM

    વાસ્તવિકતાનું કડવી છતાં અનિવાર્યબયાન.
    સર્જક, અનુવાદક અને સંપાદકને અભિનંદન

  10. Pravin Shah said,

    January 16, 2020 @ 5:54 AM

    ઉત્તમ રચના, ઉત્તમ અનુવાદ.
    ખૂબ સરસ! વાહ વાહ
    કડવુ પણ તદ્દ્ન સત્ય

  11. Rajul said,

    January 16, 2020 @ 6:04 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ અને લયસ્તરો..

    _/|\_

  12. તીર્થેશ said,

    January 16, 2020 @ 6:37 AM

    Salute 🙏🏻🙏🏻🙏🏻

  13. તીર્થેશ said,

    January 16, 2020 @ 6:50 AM

    Put it on FB. Not as a link – paste this full there as independent post.

  14. વિવેક said,

    January 16, 2020 @ 7:20 AM

    @ તીર્થેશ:

    જી… મૂકું…

  15. Uma Parmar said,

    January 16, 2020 @ 9:02 AM

    ઉત્પલભાઈને આ રચના માટે અન રાજુલબેન ને સરસ અને સચોટ અનુવાદ બદલ અભિનંદન.

  16. Snehal said,

    January 16, 2020 @ 9:05 AM

    પેઢી દર પેઢી વારસામાં મળતી પૌરુષત્વની મૂંઝવણની સચોટ અભિવ્યક્તિ. પાપીને નહીં, પાપને હણવાની આધુનિક હિમાયત. કવિ, અનુવાદક અને વેબસાઈટના સૂત્રધારોને ધન્યવાદ.

  17. pragnajuvyas said,

    January 16, 2020 @ 10:24 AM

    વિશ્વના દરેક દેશમા બનતી સંવેદનશીલ કટુ વાસ્તવિકતા ઉજાગર કરતી સ રસ રચના અને તેનો ગુજરાતી અનુવાદ:બદલ સુ શ્રી રાજુલ ને ધન્યવાદ
    તેના આસ્વાદમા અગત્યની વાત ‘દીકરાને પહેલીવાર ઇરેક્શન થાય, કે વીર્યપાત થાય ત્યારે શું કરવું એની સમજ આપણે ત્યાં હજારમાંથી એકાદ પિતા પણ માંડ આપતા હશે, કેમકે એમને પણ એમના પિતાએ આવું કોઈ જ્ઞાન આપ્યું નથી. ‘ બીજી વાસ્તવિકતા એ છે કે ઇંટરનેટ પર ૭૦% પૉર્નોગ્રાફી જોવાય છે.આ અંગે જાગૃત સમાજ યોગ્ય શિક્ષણ આપે છે પણ તેનું પ્રમાણ ઓછું છે તે અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી બાળકો અને યુવા વર્ગને શિક્ષણ આપવું જોઇએ.આમા મા બાપ સિવાય શિક્ષકો,સાહિત્યકારો , કાર્યકર્તાઓ, સંતો જેવા અનેકોની મદદ લઇ શકાય તો આવા બનાવો ઓછા તો થાય જ..આ અંગે સદગુરુનો ચિંતનાત્મક વીડિયો
    Hyderabad Rape & Murder Case | હૈદરાબાદ રેપ અને …-
    Video for બળાત્કાર સદગુરુ▶ 9:58
    Dec 14, 2019 – Uploaded by Sadhguru Gujarati
    સદગુરુ, હૈદરાબાદ બળાત્કાર અને મર્ડર કેસ અને મહિલાઓ વિરુદ્ધ હિંસાના વ્યાપક મુદ્દા, ઝડપી ન્યાય પ્રક્રિયા અને ઝડપથી બદલાતા ભારતીય સમાજ વિશેના પ્રશ્નના …

  18. આનંદ said,

    January 16, 2020 @ 12:50 PM

    જ્યાં સુધી ત્યાગ અને ભોગ બેઉ ની સ્પષ્ટ વ્યાખ્યા યુવાધન ને નહીં સમજાય ત્યાં સુધી આમ બનતું રહેશે,ધર્મ,સંસ્કાર અને મર્યાદા ના નામે કુદરતી આવેગોનું થતું બળપૂર્વક નું દમન તેમના મગજ માં ગેરસમજ ઉભી કરે છે,સુ કુદરતી છે શું અકુદરતી એ તેને સમજાતું નથી.શારીરિક આવેગો અને મન ની લાગણીઓ બાબતે સ્પષ્ટતા પૂર્વક કોઈ એમને સમજાવશે નહીં ત્યાં સુધી આમ બનતું રહેશે….ઉત્તમ કવિતા..અતિ ઉત્તમ અનુવાદ…વેબસાઇટ નું અદમ્ય સાહસ….પ્રસંશનીય કાર્ય…

  19. Vaishali Tailor said,

    January 17, 2020 @ 1:00 AM

    Great…!!!
    Hats off to the poet,
    the Gujarati FEMALE translator &
    Team લયસ્તરો…!!! 👍👍👍

  20. Prashant said,

    January 17, 2020 @ 4:32 AM

    Dark truth of the society …
    Bravo to the original writter and translator as well as to team laystaro for posting it ..

  21. jitesh mori said,

    January 17, 2020 @ 9:03 AM

    khub j saras……

  22. Dr Sejal Desai said,

    January 17, 2020 @ 12:10 PM

    Very sensitive poem.. describes the bitter truth of our hypocritical society,the mindset of the criminal and the reactions of the people against the culprits… sending the message that find the roots of the crime and try to overcome that ..
    Congratulations to the poet ,the translator Rajulben and team Laystaro!

  23. આરતી સોની said,

    January 18, 2020 @ 4:55 PM

    વાહ 👏👏
    ગજબ કવિતા
    સલામ છે લેખિકાને અને અનુવાદ કરી અમારા સુધી પહોંચાડવા બદલ.

  24. Deval said,

    January 22, 2020 @ 2:05 AM

    Harsh reality, Thanks Team layastaro aa kavita pahochadva badal ….. baaki sarjak ane anuvadak ne to salaam j . Mara ek natak ma me rape victim no matra voice over karelo – studio ma present 12 jana including recordist and director suddha radya . Agar aatli sanvedana haju baaki chhe to rapist ne within a week fansi devani takat pan kelvaay evi prarthana !

  25. જ્યોતિ હીરાણી said,

    August 19, 2020 @ 7:14 AM

    ખૂબ સરસ anuvad,અભિનંદન rajulben, અને કવિ ને.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment