ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ અને હરીશ મીનાશ્રુ
કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં
સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું
એના અસલ સ્રોતમાંથી
પછી બધું થાય છે શબ્દાયમાન
પૂરી થાય છે શોધ શબ્દની
હું કહું છું : કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને
ને તું ઉત્તર વાળે છે : જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે
હું શોધી કાઢું છું એ ચોક્કસ ઢોળાવ
જ્યાં તેજ અને છાયાનો
થાય છે આરંભ અને અંત
અને ધબકે છે નિઃશબ્દતા
લવણોદર સમુદ્રની જેમ
હળવે હળવે આકાશથી
ટેવાતી જતી પંખીની પાંખની પેઠે કંપે છે
પવન, પૃથ્વી ને પ્રાણની જેમ ધબકે છે
ને હા, જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે.
– અમિના સૈદ
[ મૂળ ફ્રેન્ચ કાવ્ય – અનુવાદ – અમિના સૈદ અને હરીશ મીનાશ્રુ ]
[ સૌજન્ય – ડો. નેહલ – inmymindinmyheart.com ]
કાવ્યના જન્મ વિષે આ થી અદભૂત વાત બીજી કોઈ વાંચી નથી……
La Kant Thakkar said,
September 14, 2018 @ 9:13 AM
“શબ્દમાં એક આગવી તાકાત છે” પ્રેરી શકવાની શક્તિ=ચૈતન્ય તત્વ છે,…”
“અવ્યક્ત છેક જ નથી એ! હમેશા આસપાસ છે,વિશાળ !
સૂરજ, ચાંદ,તારા,વાદળ એ, કોણ રચે આવી માયાજાળ?
જરીક ઉપર-તળે કરે એમાં, કોની તાકાત છે?કે મજાલ?”
“એ મને મળે એમ,દૈવી કો’ હાથથી ઝરે કંકુ જેમ.
પ્રભુના પારસ-સ્પર્શનો પિરામિડ માથે ઉભો જેમ .”