શ્રીભગવતી-સ્મરણ: ૦3 : પારિજાતનું ઝાડ…
હરિ તમે પારિજાતનું ઝાડ……
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ….હરિ.
શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.
તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ……હરિ.
ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.
તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.
હરિ તમે પારિજાતનું ઝાડ………..
-ભગવતીકુમાર શર્મા
અત્યારે કવિ કનૈયાને શણગારતા હશે……..સાક્ષાત….
Chitralekha Majmudar said,
September 6, 2018 @ 11:26 AM
Thanks for the sweet song bhajan.
ગોવીન્દ મારુ said,
September 9, 2018 @ 10:37 PM
‘સાહીત્યરત્ન’ ભગવતી કુમાર શર્માને ભાવાંજલી…
suresh shah said,
September 20, 2018 @ 6:15 AM
ભીંત રચી સહુ ચાલે ભેગા, ટોળે વળતું શહેર હવે તો
શહેરનુ તાદ્શ વર્ણન – ભેગા તો યે એકલા (ભીંત રચીને)
શહેર – ટોળે વળતું શહ્રેર
વાત સાચી – મુંબઈ નહિ, કોઇ પણ શહેરની આ વાત છે.
– સુરેશ શાહ, સિંગાપોર