અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
સૈફ પાલનપુરી

સવાર લઈને……- અનિલ ચાવડા

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

– અનિલ ચાવડા

6 Comments »

  1. વિવેક said,

    August 22, 2018 @ 1:59 AM

    અનિલ ચાવડાની સદાબહાર રચનાઓમાંની એક…

    મજા આવી… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.

  2. Rajnikant Vyas said,

    August 22, 2018 @ 4:33 AM

    જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
    હું શું કરું તમારી આ સારવાર લઈને

    ખુબજ સરસ

  3. Anil Chavda said,

    August 23, 2018 @ 3:08 AM

    લયસ્તરો દ્વારા કવિતારસિકો સુધી મારી કવિતાઓ પહોંચતી રહે છે તેનો આનંદ…

  4. yogesh shukla said,

    August 23, 2018 @ 4:15 PM

    વાહ , શું શરૂઆત કરી ગઝલ ની ,

    આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
    કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

  5. Mohamedjaffer Kassam said,

    August 24, 2018 @ 3:59 PM

    હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
    તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

  6. KAPIL SATANI said,

    September 1, 2018 @ 1:09 PM

    સવાર વિશેની ખૂબ સુંદર પ્રસ્તુતિ.
    ખૂબ ખૂબ અભિનંદન અનિલભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment