સૂવા નથી દેતાં -પારુલ ખખ્ખર
મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.
અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.
હજારો વાર ધોઈ છે છતાંયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં.
પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.
વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.
-પારુલ ખખ્ખર
લયસ્તરોના વાચકમિત્રો માટે પારુલ ખખ્ખરનું નામ અજાણ્યું નથી. આજે તેઓ પોતાનો પ્રથમ સ્વતંત્ર સંગ્રહ લઈને લયસ્તરોના આંગણે આવ્યાં છે, ત્યારે એમનું સહૃદય સ્વાગત કરીએ છીએ…
કાનનકુમાર said,
August 9, 2018 @ 4:20 AM
અદ્ભૂત રચના… વાહ વાહ વાહ.
Pravin Shah said,
August 9, 2018 @ 7:18 AM
દુબારા ! દુબારા !
ઍક ઔર હો જાએ !
પારૂલબહેનને કાવ્યસન્ગ્ર્હ માટે અભિનન્દન -આવકાર !
SARYU PARIKH said,
August 9, 2018 @ 9:47 AM
વાહ! વાહ!
સરયૂ પરીખ
JAFFER Kassam said,
August 9, 2018 @ 1:03 PM
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.
Vimal Agravat said,
August 12, 2018 @ 3:53 AM
પારુલબહેનને ખુબ ખુબ અભિનંદન
yogesh shukla said,
August 23, 2018 @ 4:23 PM
એક એક શેર લાજવાબ ,
અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.