ખૂલવું છે – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
હીંચકો છુટ્ટો મૂકીને ઝૂલવું છે,
આપણે હાથે કરીને ભૂલવું છે.
એ ખરું ખોટું કરી જીવી રહ્યા ને
આપણે સાંધા કરી સંતુલવું છે.
નાળ નાભિ સ્હેજમાં ખેંચાય વ્હાલા,
પોતને એકાંતમાં સંકેલવું છે.
ફૂંક ઊછીની લઈ ફુગ્ગો ભર્યો છે,
ફૂલવા દે, એમને બસ ફૂલવું છે.
સાંભળ્યું ઝાકળ બધું ઊડી ગયું છે,
બેસ ને, ‘ભીનાશ’ રણને ખૂલવું છે
– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
સરળ ભાષામાં મજા પડી જાય એવી વાત કરતી ગઝલ. લગભગ બધા જ શેર વાંચતાવેંત સ્પર્શી જાય એવા…
jaffer Kassam said,
September 2, 2018 @ 5:14 AM
ફૂંક ઊછીની લઈ ફુગ્ગો ભર્યો છે,
ફૂલવા દે, એમને બસ ફૂલવું છે.
Shailesh Pandya said,
September 22, 2018 @ 1:43 PM
Thank you
દીપલ ઉપાધ્યાય said,
September 24, 2018 @ 6:15 AM
Great
માલતી પતીલ શાહ (અલ્પેશા) said,
September 24, 2018 @ 6:22 AM
ભીનાશ હોય તો જ ભીંજાવાય. બાકી તો પલળાય.. ખૂબ જ સુંદર અને ઉત્તમ વિચાર……. અભિનંદન સહ વંદન…
Jignasha Trivedi said,
September 24, 2018 @ 9:05 AM
ખૂબ સુંદર રચના
કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી" said,
February 17, 2022 @ 4:33 PM
ગોપી બાવરી થઈ ગઈ,
વાંસળી વેરણ થઈ ગઈ,
કૃષ્ણ તું પણ રાધા થઈ જા,
હું પણ બેખબર દિવાની થઈ ગઈ,
ઝંખના તારી ઝંઝાવાત થઈ ગઈ,
મળીજા અંતરમાં, મોરપીંછ વાલી થઈ ગઈ,
નથી કામનાં જીવનમાં, તારી માયા થઈ ગઈ,
તું જાદુગર વાંસળીનો, હું બેખબર હવા થઈ ગઈ,
મળીજા આ ભવમાં, ભવપ્રિત ભારે થઈ ગઈ,
“રહી”ના માહી આ દુનિયામાં હું દિવાની થઈ ગઈ.