મૌન બોલે છે – ‘આદિલ’ મન્સૂરી
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
– આદિલ મન્સૂરી
મૌનની વાણીની ઓળખાણ કરાવતી બોલકી ગઝલ.
ગઝલ મોકલવા માટે આભાર : તાહા મન્સૂરી
Vijay Shah said,
January 18, 2009 @ 4:30 PM
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
અદભુત!
ઊર્મિ said,
January 18, 2009 @ 5:58 PM
ખરેખર ખૂબ જ મજાની બોલકી ગઝલ…
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
આ શે’ર જરા વધારે ગમી ગયો.
તાહા મન્સૂરી said,
January 18, 2009 @ 10:22 PM
આદિલ સાહેબની બહુ જ ગમતી ગઝલોમાંની એક
એમાંય મક્તાનો શેર તો અદભુત છે.
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
આભાર વિવેકભાઇ અને ધવલભાઇ,અમારી એક ફરમાયશ પર આપ
તે ગઝલ “લયસ્તરો’ પર ઉપલબ્ધ કરાવી દો છો તે માટે . . .
kantilalkallaiwalla said,
January 18, 2009 @ 10:25 PM
I do not know anything about art. but whether it is ghazal, poem,or bhajan, I like it very much ,when words speak.This is really beutiful Ghazal.Here the words are speaking
heena said,
January 18, 2009 @ 11:58 PM
ખૂબ જ સરસ.
મૉન ની અદ્ ભુત વ્યાખ્યા
પ્રતિક મોર said,
January 19, 2009 @ 12:04 AM
આદિલ તારી ગઝલની શુ વાત કરુ.
મન થાય કે તારી હરેક ગઝલ ને યાદ કરુ.
થંભી જાય છે શરીર અને દીલ વાત કરે છે.
જ્યારે તારી ગઝલમા મને મારી જ જીદંગી દેખાઈ છે.
પ્રતિક મોર
pratiknp@live.com
ડો.મહેશ રાવલ said,
January 19, 2009 @ 3:50 AM
જનાબ આદિલસાહેબની આ જ નહીં, કોઈપણ ગઝલ એમના સરળ,સહજ અને વાત્સલ્યસભર હૃદયની પહેચાન હોય છે.આજે એ સ્તરનો ઉમદા ઈન્સાન મળવો,મુશ્કિલ હી નહી નામુમકિન જેવું છે……સલામ,એ અદકેરા ઈન્સાનને અને સલામ એમની કલમના જાદુને…….
આ શૅર બહુ ગમ્યો,
ગરજતાં વાદળોના ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
અનામી said,
January 19, 2009 @ 6:54 AM
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
વાહ……..!
Pinki said,
January 19, 2009 @ 7:21 AM
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
સુંદર ગઝલ અને આ બે શેર તો અફલાતૂન !!
pragnaju said,
January 19, 2009 @ 8:26 AM
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
વાહ્
આયાસથી તો કોઇને મળતી નથી અહીં,
“આદિલ” ગઝલકળા તો ખુદાદાદ હોય છે.
પરિવારને આ કળા ખુદા તરફથી જ મળી છે.
તાહાજી,અલ્લાહ આપને પણ નાઝીરસાહેબની
જેમ નવાજે તેવી અલ્લાહને દુઆ.
વિવેક said,
January 19, 2009 @ 9:13 AM
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
-ક્યા બાત હૈ!
bharat said,
January 19, 2009 @ 11:33 AM
“જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.”
કવિના મૌનને માણવુ એ પણ એક લ્હાવો !!!!!
Cyrus said,
January 19, 2009 @ 11:59 AM
સરસ ગઝલ બે શબ્દો બોલે છે પર ઃ-
અમે બોલી નથી શ્ક્તા ઊભ્ય્નુ મૌન બોલે છે,
તુ શુ કમ ત્વ્રાથી દીલ્ના ઢ્વાર ખોલે છે.
vishwajit said,
January 19, 2009 @ 12:56 PM
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
ખુબ સરસ આદિલ સાબ
sudhir patel said,
January 19, 2009 @ 6:30 PM
જનાબ આદિલ સાહેબની ખૂબ સુંદર ગઝલ.
સુધીર પટેલ.
mukesh said,
January 20, 2009 @ 6:23 AM
જનાબ આદિલ સાહેબ નિ ગઝલ વચિને એક કવિતા યાદ આવિ
તમારે આપ્વુ જ હોઇ
તો આપો મને સબ્દ્
મારા ભિતર ને ખોલિને
મુકિ સકુ એવો, એક સબ્દ્!
તમારે લેવુજ હોઇ
તો લય્ લો મરિ વાચા
મારા ભિતર ને વ્યક્ત ન કરિ સકે
એવિ આ વાચા.
મુકેસ વરિઆવા ૯૩૭૭૭૧૦૦૦૦
Sonali said,
January 25, 2009 @ 11:03 AM
Too good 🙂