કવિનો શબ્દ – ચિનુ મોદી
મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.
તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.
હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.
છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.
– ચિનુ મોદી
સૌ ભાવકોને વિનંતી કે સોનૅટ માટેનો અણગમો છોડીને આ સોનૅટ મમળાવે…..તમામ રીતે સુંદર એવું આ સોનૅટ એક પ્રખર સત્ય ગાય છે…..’ to be or not to be that is the question’ – આવા કવિશબ્દો કાળ સાથે નાશવંત હોતા નથી……
M.J.A.KASSAM said,
May 28, 2018 @ 9:41 AM
બહુજ સરસ્
Neetin D Vyas said,
May 28, 2018 @ 11:34 AM
કવિ તો કાળને નાથ નારા!
પીતા જિવનસાગર ભલે હોય ખારા.
રહે સમુહ વચ્ચે પણ છે,
અમ સૌથી સદા ન્યારા!
Pravin Shah said,
May 28, 2018 @ 5:23 PM
અને અમ સહુને અતિ પ્યારા !
Jay Thakar said,
May 29, 2018 @ 1:07 AM
કવિ તો કાળને નાથ નારા!
પીતા જિવનસાગર ભલે હોય ખારા.
રહે સમુહ વચ્ચે પણ છે,
અમ સૌથી સદા ન્યારા!
Just some clarification: The above line were written by me, but somehow got published under Navin D. Vyas’s name!
LaKant Thakkar said,
June 4, 2018 @ 1:31 AM
“વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.”
સખી ? … આ અચાનક કેમ ?
સમગ્ર કવિત કોને સંબોધીને? ઈશ્વરને? કે ભાવકને જ ને?
કવિનો શબદ -અરથ … શાશ્વત -સમય ની જેમ ,નાશવંત ખરો?
પવનની ગતિને ઉપલબ્ધ ,એ તો ઘૂમ્યા કરે,વહ્યા કરે યુગોની આરપાર ….
પણ, ( ગહનતમ પાતાળતળમાં ” બળતો ” ???) અને તે “લય” … કેમ બળે ?
કે પછી કવિની છૂટ ?
દ્વારા શું અભિપ્રેત છે ? સમજાવો … અમારી સમજણ નો પનો ટૂંકો પડે છે?
LaKant Thakkar said,
June 4, 2018 @ 1:36 AM
શબદ-અરથ શાશ્વત ઠીક ,માન્યું!
પણ , “…ગહનતમ પાતાળતળમાં,વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય”
લય અને તે બળતો?
પ્રજ્ઞાવાન સમજણ આપે તો ઠીક ! { અમારી સમજણનો પનો ટૂંકો ! }
LaKant Thakkar said,
June 4, 2018 @ 1:38 AM
“વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.”
સખી ? … આ અચાનક કેમ ?
સમગ્ર કવિત કોને સંબોધીને? ઈશ્વરને? કે ભાવકને જ ને?
કવિનો શબદ -અરથ … શાશ્વત -સમય ની જેમ ,નાશવંત ખરો?
પવનની ગતિને ઉપલબ્ધ ,એ તો ઘૂમ્યા કરે,વહ્યા કરે યુગોની આરપાર ….
પણ, ( ગહનતમ પાતાળતળમાં ” બળતો ” ???) અને તે “લય” … કેમ બળે ?
“કે પછી કવિની છૂટ ?)
દ્વારા શું અભિપ્રેત છે ? સમજાવો … અમારી સમજણ નો પનો ટૂંકો પડે છે?