જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી
છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !
મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !
અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !
ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !
વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી
આ શાયર માટે થોડો અંગત લગાવ છે….ભાગ્યે જ પરંપરાગત વિષય સિવાય ખેડાણ કરે છે છતાં મને કાયમ ગમતા આવ્યા છે……
Jaffer Kassam said,
June 12, 2018 @ 6:41 AM
બહુજ સરસ
જરા તો નજીક આવ – અમર પાલનપુરી, ગઝલાવલોકન | સૂરસાધના said,
June 12, 2018 @ 10:49 AM
[…] આખી ગઝલ અહીં […]
MAHESHCHANDRA NAIK said,
June 13, 2018 @ 12:34 AM
સરસ,સરસ ગઝલ, કવિશ્રી અમરભાઈને અભિનદન અને આપનો આભાર……