નામ રતન બીજ ઐસે બોના, ગડ દો મિટ્ટી માંહી;
દેખનવાલા મિટ્ટી દેખે, તનીક દિખે બીજ નાહીં.
ડૉ. ભરત ગોહેલ

ઉનાળો કાળઝાળ થાય છે….– અનિલ ચાવડા

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા

એક્દમ આવી જ હાલત છે અત્યારે…….

12 Comments »

  1. SANDIP PUJARA said,

    May 2, 2018 @ 3:31 AM

    ખુબ જ યોગ્ય સમયે ગીત પીરસ્યું હો સાહેબ….
    અને અનિલ ચાવડાની શબ્દકળાથી તો કોણ વાકેફ નથી ?
    ખુબ જ ગમ્યું ગીત….

  2. Chitralekha Majmudar said,

    May 2, 2018 @ 5:47 AM

    Good imagination and creativity. Thanks.

  3. સુરેશ જાની said,

    May 2, 2018 @ 9:17 AM

    સરસ અભિવ્યક્તિ . અહીં ઉલ્લેખી
    https://gadyasoor.wordpress.com/2018/05/02/summer/

  4. vimala said,

    May 2, 2018 @ 2:53 PM

    સમયોચિત કાવ્ય.

  5. SARYU PARIKH said,

    May 2, 2018 @ 5:07 PM

    સૂરહજદાદા તમારી કલાત્મક ફરિયાદ સાંભળીને ટાઢાં પડે તેવી શુભેચ્છા.
    સરયૂ પરીખ્

  6. SARYU PARIKH said,

    May 2, 2018 @ 10:07 PM

    સૂરજદાદાને આવું સરસ ગીત સાંભળી જરૂર ટાઢક થશે,
    ખૂબ ગમ્યું.

  7. Indu Shah said,

    May 2, 2018 @ 10:28 PM

    અનિલભાઈ,
    આવું સરસ ગીત સાંભળી સૂરજદાદા જરૂ ઠંડા પડશે…
    ગીત ખૂબ ગમ્યું.

  8. La Kant Thakkar said,

    May 3, 2018 @ 9:17 AM

    આ કૃતિ મારે ત્યાં અવસર ઉજવવાનું ટાણું લઇ આવી છે ! ચૂપ નહીં રે’વાય ભઈલા !
    “ઉનાળો કાળઝાળ થાય છે……”
    સાંપ્રત કાળ-ઋતુ સાથે સહજ સમન્વય … આપણને-ભાવકને ઘટનાક્રમ સાથે જોડી આપે છે !

    “આંસુ વરાળ થઈ જાય …” / “તડકાનાં ફૂલ..”
    “ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ …..? ”
    “સૂરજની મટકી”… ” ધોમધોમ લાવા ઢોળાય છે?”
    એક્સ્ટ્રીમ વિરોધાભાસી કલ્પનો-પ્રતીકો,કવિકર્મ-કળાને ઉઠાવ-ગેટ-અપ-ચાર્મ આપે છે .

    “આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
    આખરે જેવા આપણે,તેવા સૂરજ ની કલ્પના, ‘સહજ માનવ સ્વભાવ’ને ઈંગિત કરે છે!

    “જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?”
    માણસ,પણ રાજાના પાઠમાં … ‘પાઠ’નો ઠાઠ-રૂઆબ-ગરિમા સચવાવા જોઈએ ને?
    કૃતિકાર અનીલભાઈને અને મોજ કરાવનાર પીરસણીયાને જાજા જુહાર,અભિનંદન .
    – લા’ કાન્ત / “કંઇક” / ૩-૫-૧૮

  9. La Kant Thakkar said,

    May 3, 2018 @ 11:35 AM

    આ રહ્યુ આ ગીતનું સ્વરાંકન… સાંભળવાની અને જોવાની મઝા આવેે એવુ!!

  10. અનિલ ચાવડા said,

    May 4, 2018 @ 11:36 PM

    લયસ્તરો પર ગીત મૂકનાર અને પ્રતિભાવ આપનાર સર્વેનો આભાર….

  11. PALASH SHAH said,

    March 28, 2020 @ 4:53 AM

    અનિલભાઈ.
    સૂરજદાદા કોરોનાના લોકડાઊનમા
    એસી મિત્ર ની હાજરી માં જરૂર માનશે
    કાવ્ય ખૂબ ગમ્યું…

  12. PALASH SHAH said,

    March 28, 2020 @ 4:58 AM

    ગીત ખૂબ ગમ્યુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment