રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
– બાપુભાઈ ગઢવી

ભિક્ષુક બાળકનું ગીત – મનસુખ નારિયા

બાવન ગજની ધજા તમારે બાવન ગજની ધજા
અમે ઉઘાડે અંગ, અમોને કયા જનમની સજા
બાવન ગજની ધજા…

અન્નકૂટના થાળ તમારે કાયમ છપ્પનભોગ
એક ટંક ટુકડાને ઝંખે, અહીંયા એ સંજોગ
દઈ કરમની કઠણાઈ, તું કરે મોજ ને મજા
બાવન ગજની ધજા…

આરસના મંદિરમાં બેસી ક્યાંથી એ સમજાય?
જરા પગથિયે આવી બેસો, તો જ અનુભવ થાય
તને વધારે કહેવાના પણ નથી અમારા ગજા
બાવન ગજની ધજા…

પ્રભુ! તમે છો અંતર્યામી તોય નથી દેખાતું?
જોઈ અમારી હાલત તમને કેમ નથી કંઈ થાતું?
તું મારો ભગવાન નથી, જા તને દઉં છું રજા
બાવન ગજની ધજા…

– મનસુખ નારિયા

મનુષ્યની ગરીબીની દારુણતાનું ગાન…

5 Comments »

  1. JAFFER said,

    May 13, 2018 @ 4:07 AM

    તું મારો ભગવાન નથી, જા તને દઉં છું રજા

  2. મયુર કોલડિયા said,

    May 13, 2018 @ 4:14 AM

    ગીત વાંચીને કવિ અમોને પડી મોજ ને મજા,
    ત્રણ બંધમાં સુધારી ગઈ છે રવિવારની રજા….
    મજા મજા બસ મજા…..

    વાહ કવિ…..
    આભાર વિવેકભાઈ, સાહિત્ય-સાગરમાંથી મોટી શોધીને આપવા બદલ…..

  3. મયુર કોલડિયા said,

    May 13, 2018 @ 4:16 AM

    મોતી

  4. chetan shukla said,

    May 13, 2018 @ 7:13 PM

    તું મારો ભગવાન નથી, જા તને દઉં છું રજા…..વાહ

  5. Aasifkhan said,

    May 21, 2018 @ 1:41 PM

    वाह खूब सरस गीत वाह

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment