વર્ષો પછી પ્રેમિકાને મળતાં…- અનિલ ચાવડા
ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
-અનિલ ચાવડા
suresh shah said,
March 27, 2018 @ 4:50 AM
Wah Bahu srs.
jarurthi yaad aawi jashe.
મેહુલ ભટ્ટ said,
March 27, 2018 @ 5:12 AM
વાહ!
સુનીલ શાહ said,
March 27, 2018 @ 7:19 AM
મઝાનું ગીત
સુનીલ શાહ said,
March 27, 2018 @ 7:20 AM
મજાનું ગીત
chenam shukla said,
March 27, 2018 @ 9:16 AM
કવિતામાં વરસો સુધી યાદ રહે એવું કામ કરનારા ગણ્યાગાંઠ્યા લોકો જ છે ….એટલે યાદ તો રહેવાના જ છે …ઓળખની જરૂર જ ક્યાં છે ….વાહ દોસ્ત..
ketan yajnik said,
March 27, 2018 @ 7:23 PM
ખુબ સરસ એથેી આગલ કશુ નહિ.
વિવેક said,
March 28, 2018 @ 2:38 AM
સુંદર મજાનું ગીત…
અનિલ ચાવડા said,
March 28, 2018 @ 8:28 AM
મારી કવિતાને લયસ્તરોએ અનેકવાર સ્થાન આપીને અનેક લોકો સુધી પહોંચાડી આપી છે, વિવેકભાઈનો કે લયસ્તરોનો આભાર માનીશ તો તેમને ખોટું લાગશે.
Anil Chavda said,
March 28, 2018 @ 8:29 AM
મારી કવિતાને લયસ્તરોએ અનેકવાર સ્થાન આપીને અનેક લોકો સુધી પહોંચાડી આપી છે, વિવેકભાઈનો કે લયસ્તરોનો આભાર માનીશ તો તેમને ખોટું લાગશે.
Sandip Pujara said,
March 28, 2018 @ 9:03 AM
ખરેખર સરસ ….. મજા આવી ગઈ
Arvind Bhatt said,
March 28, 2018 @ 11:21 AM
Vaah vaah and vaah 👌