અંદર અંદર કણસે…- મુકેશ જોષી
કેટકેટલાં વાવાઝોડાં ને વંટોળો પીને માણસ
અંદર અંદર કણસે
છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે
સમય નામનો સાંઢ જ જોને ચાવી જાતો
ફૂલગુલાબી તડકાઓને, છોડી જાતો અંધકાર એ ગાઢ
લીલા છાંયે ભર્યાં સરોવર ગટગટ કરતો પી જાતો ને
માણસ પીતો તરસ નામની થરથરતી કો ટાઢ
એક સામટા સાત ઉનાળા છાતીમાં ધરબાઈ જાય
રે વાદળ જેવા ભીના ભીના સંબંધોય વણસે …છાતી વચ્ચે
જૂની દીવાલોથી ખરતી રેતી જેવું માણસમાંથી
કશું ખરે દરરોજ ને માણસ ચોમેરે કોરાય
ઈશ્વરના સંતાન અરે આ માણસના બે હાથ વચાળે
કલમ છતાંય સુખની રેખા જાતે ના દોરાય
થોકબંધ એ શરદપૂનમને આંખ વચાળે રોપે ને પંપાળે
તોય આંખ ખૂલતાં ધડામ કરતી અમાસ વરસે …
છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે
– મુકેશ જોષી
કેવી નકરી વાસ્તવિકતા ગવાઈ છે !!!
Rohit kapadia said,
March 20, 2018 @ 10:21 AM
ખૂબ જ સુંદર રચના. ધન્યવાદ.
રોજે રોજ માણસમાંથી કશુંક ખરવાની વાત અને ખુદના હાથમાં કલમ હોવા છતાં હથેળીમાં નસીબની રેખા દોરી નહીં શકવાની લાચારી હ્રદયને ઞણઞણાવી ગઈ.
ketan yajnik said,
March 20, 2018 @ 7:11 PM
मुझे क्या बुरा था मरना अगर एक बार होता
La Kant Thakkar said,
March 21, 2018 @ 9:40 AM
वात तो, ‘एकलता’ ने ‘तरस’नी ज छे ने ?अन्दरनी पीड़ा-व्यथानी छे.
प्रतीको जुओ….
“સમય નામનો સાંઢ”
“માણસ પીતો તરસ ….”
“…..ભીના સંબંધોય વણસે …છાતી વચ્ચે” …
“…થોકબંધ એ શરદપૂનમને આંખ વચાળે રોપે ને પંપાળે …. ”
“કશું ખરે દરરોજ ને માણસ ચોમેરે કોરાય ..”
आ लाइनो गमी .. सरस मुकेशभाई …अभिनन्दन …
वर्षो पहेलां अन्जारर्मां, “पलण परिवार द्वारा योजित कवि सम्मेलननी केसेट याद आवी गई !
“इप्सित”-ज़न्खना तो, “एक ज” .. लगभग , क्यां कोने ,केटलाने,क्यारे केवी रीते मले छे ,ने केटलीसंतुष्टि? …. एटले …तरस तो सामान्य महद् अंशे होय ज ,
“प्रेम” एम केम मले? ” ने मले तोय केटलो टके?
तल्साट आने वल्वलाट … एज उपलब्धि !
સુરેશ જાની said,
March 21, 2018 @ 11:13 AM
બહુ જ જોરદાર આક્રોશ.
ભાગ્યેશ જહા યાદ આવી ગયા – ‘ ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ…’